Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરત અને ઈન્દોર પછી હવે ઓડિસામાં
નવી દિલ્હી તા. ૪: ઓડીસાની પુરી બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા સુરત, ઈન્દોર પછી હવે પુરીમાં પાર્ટીને જબરો ઝટકો લાગ્યો છે.
સુરત, ઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડીસાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી. પાર્ટી ફંડીંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરૂં છું. તમને જણાવી દઈએ કે સાબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં અમારૂ અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કારણ કે, પાર્ટીએ મને ફંડ આપવાનો ઈન્કાર કર્યાે છે. જ્યારે મેં આ વિશે ઓડીસા કોંગ્રેસના પ્રભારી ડો. અજોયકુમાર જીને કહ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.
સુચરિતાએ વધુમાં કહ્યું કે, હું એક પગારદાર વ્યાવસાયિક પત્રકાર હતી. મેં ૧૦ વર્ષ પહેલા ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યાે હતો. પુરીમાં મારા પ્રચારમાં મેં મારૂ સર્વસ્વ આપી દીધુ છે. મેં પ્રગતિશીલ રાજકારણ માટે જાહેર દાનની ઝુંબેશ પણ ચલાવી હતી પરંતુ મને વધુ સફળતા મળી નથી. મે અંદાજીત ઝંંબેશ ખર્ચને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યાે. આ પછી પણ કંઈ થયું નહીં.
કોંગ્રેસના ઉમેદવાર સુચારિતાએ કહ્યું કે હું મારી જાતે ફંડ એકઠુ કરી શકી નથી તેથી મેં તમારા અને અમારી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખટખટાવ્યા અને તેમને પુરી સંસદ બેઠક પર ચૂંટણી પ્રચાર માટે જરૂરી ભંડોળ પૂરૂ પાડવા વિનંતી કરી. પરંતુ મને કોઈ સમર્થન મળ્યું નહીં. સુચારિતાએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે માત્ર ભંડોળની અછત અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial