Advertisement
Author: નોબત સમાચાર

મતદાન જાગૃતિ માટે વાલી પાસે પોસ્ટકાર્ડ અભિયાન

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની કન્યાઓ દ્વારા

ખંભાળીયા તા. ૪: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની કન્યાઓએ મતદાન જાગૃતિ માટે કરી અનોખી પહેલ કરી છે. વાલી પાસે પોસ્ટકાર્ડ અભિયાનના માધ્યમથી અચૂક મતદાન અંગેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામા વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. અને મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી અને સ્વિપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લાની તમામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)ની કન્યાઓ દ્વારા 'આવ્યો અવસર લોકશાહી નો' અંતર્ગત ૭ મે ના પોતાના પરિવારના તમામ ૧૮ વર્ષથી ઉપરના સભ્યો અચૂક મતદાન કરીશું તેમજ મતદાન કરી દેશ પ્રત્યેની અમારી ફરજ અદા કરીશું જેની હું ખાતરી આપું છું. વિષય સાથે પોતાના વાલીઓની સિગ્નેચર કરાવી પોસ્ટ કાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ઉકત અભિયાન દ્વારા ૭ મે ના કેજીબીવી શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓના વાલીઓને વધુમાં વધુ મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh