Advertisement
Author: નોબત સમાચાર

છોડો અપને સારે કામ-પહેલે ચલો કરે મતદાન

દ્વારકા જિલ્લામાં 'પાવર ઓફ વન વોટ'નો સંદેશ

ખંભાળીયા તા. ૪: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની રાહબરી હેઠળ લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અમલી કાર્યક્રમ સ્વીપ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (એસવીઈઈપી) અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટર કચેરી, બી.આર.સી ભવન ભાણવડ, તાલુકા પંચાયત કચેરી ભાણવડ તેમજ તાલુકા સેવા સદન કલ્યાણપુર તથા, પ્રાંત કચેરી ખંભાળિયા, મામલતદાર કચેરી ખંભાળિયા સહિતની કચેરીઓમાં નાગરિકોને 'પાવર ઓફ વન વોટ, વોટ ફોર બેટર ઈન્ડિયા' અવસર લોકશાહીનો, 'છોડો અપને સારે કામ, પહેલે ચલો કરે મતદાન'ના સૂત્રોની રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh