Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડા વૃદ્ધાશ્રમમાં નેત્રયજ્ઞ યોજાયોઃ ૬૦ દર્દીઓએ લીધો લાભ

૧૫ દર્દીને મોતિયો ઉતારી નેત્રમણી બેસાડાયાઃ

જામનગર તા. ૪: જામનગર તાલુકાના નકલંક રણુજા અલિયાબાડા પાસેના શ્રી હરી વૃદ્ધાશ્રમમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. તેમાં ૬૦થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.

તેમાંથી ૧૫ દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.

આ કેમ્પના દીપ પ્રાગટ્ય વિધિ ફલ્લા વિસ્તારના પત્રકાર મુકેશ વરીયાના હસ્તે કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, શ્રી હરીવૃદ્ધા આશ્રમના સંચાલક જોષીદાદા દ્વારા જેતપુર, વીરપુર, વનાણા અને અલીયાબાડા એમ ચાર સ્થળે વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે. અલીયાબાડાવાળા આશ્રમમાં ૮૫ વૃદ્ધ પોતાના ઘરથી સારી સુવિધા મેળવી રહ્યા છે. આ કાર્યક્રમના સંચાલક જોષીદાદા, પીઢ શિક્ષણવિદ્ અને સેવાભાવી આગેવાનો મનોજભાઈ ચાવડીયા, રાજકોટ રણછોડદાસ હોસ્પિટલના ડો. કામલીયા, નિલેશભાઈ, શૈલેષભાઈ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ ચાવડાએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh