Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં આજે અમિત શાહ, શશિ થરૂર, પ્રિયંકા ગાંધી સી. આર. પાટિલ તથા ભૂપેન્દ્ર પટેલની ચૂંટણી સભાઓ

લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ કલાકો

અમદાવાદ તા. ૪: મતદાનને હવે કેટલાક કલાકો બાકી રહ્યા છે. ત્યારે આજે અમીત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રિયંકા ગાંધીની સભાઓ ગૂંજી ઉટી છે. ત્યારે કોંગ્રેસના શશિ થરૂર આજે વડોદરામાં છે. તે ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ ગુજરાતમાં આઠ જેટલી જાહેર સભાઆને સંબોધશે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે રવિવારની સાંજે ૬ કલાકે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. એટલે ભાજપ અને કોંગ્રેસ પાસે શનિવાર સવારે ૬ વાગ્યાથી પ્રચાર માટે ૩૬ કલાકનો જ સમય મળે એમ હોવાથી બન્ને પક્ષના રાજકીય નેતાઓને ઝાંઝાવાતી પ્રયાસો શરૂ કર્યા છે.

રવિવારે સાથે પડઘમ શાંત થાય તે પહેલા છેલ્લા કલાકોમાં દરેક ઉમેદવારોને રોડ-શો યોજીને મતદારો રિઝવવાની તક ઝડપી લેવા બન્નેપ્ પક્ષોમાંથી સૂચનાઓ અપાઈ છે. ૭ મી મેને મંગળવારના મતદાનને આડે ત્રણ જ દિવસ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારની સાંજે અમદાવાદ આવી ગયા હતા. શનિવારે તેઓ છોટાઉદેપુર અને વલસાડમાં સભા સંબોધશે. ત્યારબાદ સંઘ પ્રદેશની દમણમાં પ્રચાર કરીને રાત્રે અમદાવાદ આવશે. તેઓ મતદાનના દિવસ સુધી દરરોજ રાત્રે અમદાવાદ આવી ભાજપની વ્યવસ્થાઓની સમીક્ષા કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર, પેટલાદ સહિત ત્રણ સ્થળે ભાજપનો પ્રચાર કરશે. ઉપરાંત શનિવારે મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા અને રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી રહ્યા છે. ભાજપના નેતાઓના ચૂંટણી પ્રચાર કાર્યક્રમની સમાંતર કોંગ્રેસના પ્રિયંકા ગાંધી શનિવારે બનાસકાંઠાના લાખણીમાં સભા સંબોધશે જ્યારે પૂર્વ વિદેશમંત્રી અને સાંસદ શશિ થરુર વડોદરામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે દિવસોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ ગુજરાતમાં કુલ આઠ જેટલી જાહેર સભાઓને સંબોધશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh