Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દુકાન-ગોડાઉનમાં આગ લગાવવાના ગુન્હામાં આરોપીના જામીન

આરોપી સાત વર્ષ રહ્યો હતો ફરારઃ

જામનગર તા. ૪: જામનગરના લીમડા લેન વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં એક દુકાન તથા ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કરી એક શખ્સે આગચંપી કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આગના કારણે રૂા.૨૨ લાખનું નુકસાન થયું હતું. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના લીમડા લેન વિસ્તારમાં આવેલી ગાર્મેન્ટની એક દુકાન તથા ગોડાઉનમાં ગઈ તા.૧૯-૧૧-૧૫ના દિને સવારે આગ લાગ્યાની જાણ કરાઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી તે પહેલા દુકાન તથા ગોડાઉનમાં રૂા.૨૨ લાખનું નુકસાન થયું હતું.

આ બાબતની શરૂ થયેલી તપાસ દરમિયાન તે દુકાનમાં આગલી રાત્રે ગ્રીલ તોડી ચોરીનો પ્રયાસ કરાયાનું ખૂલ્યું હતું. તસ્કરને કંઈ ન મળતા તેણે દુકાન-ગોડાઉનમાં આગ લગાવી દીધાનું જણાઈ આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં સુનિલદાસ શંકરદાસ બાવાજી નામના શખ્સની ધરપકડ કરાઈ હતી. જામીન પર છૂટ્યા પછી આ શખ્સ નાસી ગયો હતો તેને પોલીસે પકડી પાડી ફરીથી જેલમાં મોકલ્યો હતો.

ઉપરોક્ત આરોપીએ ફરીથી જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે આરોપીના વકીલ વનરાજ મકવાણા, જયન ગણાત્રા, રવિરાજ કનખરાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh