Advertisement
Author: નોબત સમાચાર

પૂનમબેન માડમના સમર્થનમાં ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારમાં જંગી બાઈક રેલી

ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર

જામનગર તા. ૪: ૧ર-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સંસદ સભ્ય પૂનમબેન માડમના સમર્થનમાં ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા જંગી બાઈક રેલી યોજાઈ હતી.

આ રેલીનો આરંભ એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી થયો હતો. જેમાં પ૦૦ થી વધુ બાઈક સવારો બાઈક ઉપર ભાજપના કમળના નિશાન સાથેના ભગવા ઝંડા સાથે જયઘોષના નારા સાથે જોડાયા હતાં.

એમ્યુઝમેન્ટ પાર્ક થી શરૂ થયેલી આ રેલી સત્યમ કોલોની, કૃષ્ણનગર રોડ, પીપળાવાળા ચોક, શાંતિનગર ૪, જનતા ફાટક, હર્ષદ માતાના મંદિર, જુનો હુડકો, આઈ લાઈન, એફ લાઈ, રઘુવીર ચોક, આર્યપાન, સરદાર પટેલ ચોક, નવાનગર બેંક ચોક, હીરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો, પ૮ દિ.પ્લોટ,  હિંગળાજ ચોક, નવી નિશાળ, પાણીનો ટાંકો, મિલટ્રી ગેઈટ, જેલ, પવનચક્કિ, નાનકૂપૂર, સાધના કોલોની, પટેલ પાર્ક, જડેશ્વર મંદિર, મહાવીરનગર, બાઈની વાળીનો મેઈન કોર્નર, જુની આઈસ ફેકટરી, ક્રિષ્નાપાર્ક, કિશાન ચોક, પવનચક્કી, આર્યસમાજ રોજ, ખંભાળીયા ગેઈટ, હવાઈચોક, સેન્ટ્રબેંક, ચાંદીબજાર, દરબારગઢ, શાક માર્કેટ, દિપક ટોકીઝ, બેડી ગેઈટ, ઈન્દ્રપ્રસ્થ થઈ પંચેશ્વર ટાવર, ભાજપ કાર્યાલય પાસે પૂર્ણ થઈ હતી.

આ રેલીના રૂટ ઉપર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજય તિલક કરી તેમના વિજય માટે વડીલોએ આશિર્વાદ આપ્યા હતાં તો અન્ય સ્થળો ઉપર ફુલહારથી તથા પુષ્પવર્ષા સાથે પૂનમબેન માડમનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.

રેલીમાં જોડાયેલા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓએ 'ફીર એક બાર મોદી સરકાર' 'અબ કી બાર ૪૦૦ કે પાર' મોદી-મોદીના નારા લગાડી સમગ્ર રૂટ ઉપર ભગવો માહોલ સર્જી દીધો હતો. આ બાઈક રેલીના કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં તેમજ ખાસ કરીને ભાજપના સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું.

આ રેલીમાં ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષનાબેન સોઢા, શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, કોર્પાેરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh