Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા પહેલવાનો, પેપરલીક, મોંઘવારી, બેરોજગારી, ક્ષત્રિયોનો મુદ્દો ઉઠાવ્યોઃ ન્યાય સંકલ્પ યાત્રાને બનાસકાંઠામાં સંબોધનઃ
બનાસકાંઠા તા. ૪: બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતાં. ચૂંટણી સભામાં ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ પણ હાજર રહ્યા છે. રેલીને પહેલા ગેનીબેન ઠાકરે સંબોધન કર્યું હતું. પછી પ્રિયંકા ગાંધીએ અંબામાની જય બોલાવીને સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેમને કહ્યું કે તમે મારી આટલી રાહ જોઈ તે બદલ આભારી છું. આંદોલન કરવાનો અધિકાર બંધારણે આપ્યો હોવાનું જણાવ્યું હતું. સંવિધાનથી દેશના તમામ વ્યક્તિઓને વોટ આપવાનો અધિકાર મળ્યો છે.
દેશમાં અનામત પણ સંવિધાન ના આધારે મળી છે. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી સામે વાક્ પ્રહારો કર્યા હતાં. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ જનતાના અધિકારો ઓછા કર્યા છે. જે અધિકાર તમને મળ્યા છે તેમાં ભાજપ ઘટાડો કરશે. પીએમ મોદી ગુજરાતમાંથી કેમ ચૂંટણી નથી લડતા. પીએમ મોદી ગુજરાત બહાર જઈ કેમ ચૂંટણી લડે છે તેવો પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો. પીએમ મોદી પોતાના મહેલમાં બંધ છે. ભાજપના નેતાઓ કહે છે કે ભાજપ જીતશે તો સંવિધાન બદલાઈ જશે, એટલે પહેલી વાત સંવિધાનની વાત કરવી છે. મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની વ્યથા વડાપ્રધાન શું જાણે. હું તમને વિશ્વાસ આપું છું કે અમારી સરકારમાં તમારી વાત દેશમાં કરીશું.
દેશની મહિલા પહેલવાન જ્યારે મેડલ લાવી ત્યારે મોદીએ એમની સાથે ફોટો પડાવી કીધું કે મોદી હૈ તો મુમકિન હૈ, પણ જ્યારે મહિલા પહેલવાન સાથે અત્યાચાર થયો અને ન્યાય માંગ્યો ત્યારે મહિલા પહેલવાનોને ન્યાય ના મળ્યો. અત્યાચાર કરનારના પુત્રને ભાજપે ટિકિટ આપી છે. રાહુલ ગાંધીએ ચાર હજાર કિલોમીટરની યાત્રા કરી છે.
હું મારા પિતા સાથે એમના મતક્ષેત્રમાં જતી હતી ત્યારે જો ગામમાં કોઈ સુવિધા લોકોને નહોતી મળતી ત્યારે લોકો નેતાઓને ફરિયાદો કરતા હતાં. પ્રિયંકા ગાંધીએ જાહેરસભામાં રાજીવ ગાંધીને પણ યાદ કર્યા હતાં. ગુજરાતમાં કોંગ્રેસે અમુલ અને બીજી ડેરી બનાવી હતી. આ આપની સંપત્તિ છે. સહકારી માળખા પર આપનો અધિકાર હોવાની વાત કરી. ત્યારપછી ભાવનગરના ગૌચર પર પ્રિયંકા ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો. કોંગ્રેસ એમએસપીનો કાયદો બનાવી ખેડૂતોને મદદગાર બનશે. કોંગ્રેસ ખેતીના તમામ સાધનો પરથી જીએસટી દૂર કરશે.
લાખાણીની જાહેરસભામાં પ્રિયંકા ગાંધીએ ક્ષત્રિય મુદ્દાને ઊઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાજપૂત મહિલાઓનું અપમાન અમે નહિં થવા દઈએ. ભાજપના લોકોએ રાજપૂત મહિલાઓનું અપમાન કર્યું છે. રાજપૂત સમાજની મહિલાઓ માટે પીએમ મોદીએ કશું કર્યું નથી. કોંગ્રેસ આવશે તો સામાન્ય લોકોને ફાયદો થશે. શ્રમિકોને રોજના ૪૦૦ રૂપિયા મળવાનો જાહેરસભામાં વાયદો કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ આગળ જણાવ્યું કે ૧૦ વર્ષમાં ગુજરાતમાં ૧૪ થી વધુ પેપરલિક સામે આવ્યું છે. મોદી સરકારમાં ૩૦ લાખ નોકરીના પદ ખાલી છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે. ગુજરાતમાં અનેક યુવકો બેરોજગાર છે. સરકારનું ધ્યાન રોજગાર ઉત્પન્ન કરવામાં નથી. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરીને આપવા જાય ત્યારે પેપરલિકની જાણ થાય છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર બહારની એજન્સીઓને કામ સોંપાય છે. ભરતીની પરીક્ષા પૂર્ણ થયા પછી પણ યુવકો વર્ષો સુધી નોકરીની રાહ જોતા બેઠા રહે છે. મોટા પ્રમાણમાં યુવકો બેરોજગાર છે.
ગુજરાતમાં કોંગ્રેસ આવશે તો સ્નાતક યુવકોને એપ્રેન્ટિસ પ્રોજેક્ટ લાવવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું. ઉપરાંત નાના અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. ખાનગીકરણથી અનામત નથી મળતું હોવાનું પ્રિયંકા ગાંધીએ કહ્યું. ભાજપે લોકો વચ્ચે નફરતના બીજ વાવ્યા છે. હું પૂછવા માંગું છું કે ભાજપે ૧૦ વર્ષના શાસનમાં શું કર્યું? તેનો જવાબ આપે.
વીજળી, પાણી, રોજગાર મુદ્દે ચૂંટણી થવી જોઈએ. પીએમના ભાષણમાં એક શબ્દ પ્રજા માટે નથી. મોંઘવારીને લીધે ખેડૂત કમાઈ નથી રહ્યો. જ્યારે જનતા કહી રહી છે કે ચૂંટણી કોઈ જાતિ કે ધર્મને લઈને ન થવી જોઈએ. ઉમેદવારોને ડરાવી-ધમકાવી બેસાડી દેવાયા હોવાનો પ્રિયંકા ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચૂંટણી ભારતમાં છે અને પીએમ મોદી પાકિસ્તાનની વાત કરે છે.
પ્રિયંકા ગાંધીએ ગાંધીજીને યાદ કરીને કહ્યું કે, ગાંધીજી ગરીબોની વાત સાંભળતા હતા અને ગુજરાતના આ સપૂતે દેશને આઝાદી અપાવી હતી.
પ્રિયંકા ગાંધીએ અગ્નિવીર સામનાની ટીમ કરી અને બેરોજગારીની વાત કરતા કહ્યું કે, કોંગ્રેસ યુવાવર્ગની સમસ્યાઓ સમજે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, બહેનોના મંગળસૂત્રની વાત કરવી એ દેશના પ્રધાનમંત્રીને શોભતું નથી.
સબકા સાથ સબકા વિકાસ એ બધી હવાહવાઈ વાતો છે. કોંગ્રેસના કાર્યકરો જનતાની મફતમાં સેવા કરે છે. જ્યારે ભાજપે કીધુ કર્યું નથી. હવે જે નિર્ણય લેવાનો છે તે મતદારોએ લેવાનો છે. હવે આ લોકો સંવિધાન બદલવાની વાતો કરે છે.
શહેરજાદા એ જ ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી લોકોના દુઃખદર્દ જાણ્યા છેઃ પ્રિયંકા
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે, પણ તેઓ સાંભળી લે કે આ એ જ શહેજાદા છે જેમણે ભારત યાત્રા દરમિયાન આખા ભારતમાં ૪૦૦૦ કિલોમીટર ચાલીને યાત્રા કરી હતી અને લોકોના દુઃખ-દર્દ જાણ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial