Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જીએસટી એક્ટ હેઠળ થયેલી કાર્યવાહીની વિગતો શા માટે માંગી?

જીએસટીની ગુંચવણભરી જોગવાઈઓના કારણે અદાલત ખફાઃ પૂછ્યા વેધક સવાલોઃ

નવી દિલ્હી તા. ૪: જીએસટી એક્ટ-ર૦૧૭ હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રિમ કોર્ટે ર૮૧ જેટલી અરજીઓની સુનાવણી દરમિયાન કેટલીક વિગતો માંગી અને આકરી ટિપ્પણીઓ કરી છે. આ એક્ટ હેઠળ અત્યારસુધીમાં કેટલા લોકોને નોટીસો આપી, અને કેટલી ધરપકડો કરી, તેની તમામ વિગતો રજૂ કરવાનો આદેશ કરતા જસ્ટિસ એમ.એમ. સુદરેશ, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ સંજીવ ખન્નાની સ્પેશ્યલ બેન્ચે કહ્યું કે આ એક્ટ અંતર્ગત કલમ-૬૯ હેઠળની જોગવાઈઓ અસ્પષ્ટ છે. નાગરિકોની સ્વતંત્રતાના રક્ષણ માટે કાયદાનું અર્થઘટન કરવાની તૈયારી બતાવતા બેન્ચે ટિપ્પણી કરી કે બધા જ કેસોમાં લોકોને જેલમાં ન મોકલી શકાય. માત્ર ત્રણ વર્ષનો કેટલોક ડેટા નહીં, પરંતુ સંપૂર્ણ ડેટા આપવાની તાકીદ કરવા અદાલતે સોલિસિટર જનરલ એસ.ઈ. રાજુને વેધક પ્રશ્નો પણ પૂછ્યા હતાં.

અરજદારોના વકીલોએ એવી દલીલ પણ રજૂ કરી હતી કે ઘણી વખત ધરપકડ નથી કરાતી, પરંતુ ધરપકડની ધમકી આપતી નોટીસો પકડાવીને લોકોને હેરાન કરવામાં આવે છે, ત્યારે અદાલતે રાજ્યો સહિત તમામ ડેટા જીએસટી કાઉન્સિલ પાસેથી મેળવીને રજૂ કરવાનો આદેશ કરતા કહ્યું હતું કે, છેતરપિંડી અને અજાણતા થયેલી ક્ષતિઓ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ, અને નિર્દોષ નાગરિકોને હેરાનગતિ ન થવી જોઈએ.

બેન્ચે ભારપૂર્વક કહ્યું કે પીએમએલએ કેસમાં કોઈપણ વ્યક્તિની ધરપકડનું કારણ બતાવું અનિવાર્ય છે, કારણ કે જ્યાં સુધી ધરપકડ કરાયેલી વ્યક્તિ પાસે તેનું લેખિતમાં કારણ જ ન અપાયું હોય, તો તે ધરપકડ કે રિમાન્ડની અરજી કેવી રીતે સ્વીકારે? માત્ર કરણોની આધારહીન જાણ કરવાથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પૂરેપૂરૂ પાલન થઈ શક્યું નથી. સુપ્રિમ કોર્ટના આ કડક વલણ પછી કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો તથા જીએસટી કાઉન્સિલમાં હલચલ મચી ગઈ હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh