Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોખમી કે સતત પ્રક્રિયા ધરાવતા કારખાનામાં પણ વારાફરતી રજા આપવા તાકીદ
ખંભાળીયા તા. ૪: આગામી તા. ૦૭-૦૫-૨૪ના લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત શોપસ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશનસ ઓફ સર્વિસ) એક્ટ - ૨૦૧૯, કારખાના અધિનિયમ - ૧૯૪૮, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ- ૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/ સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫ (બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા-સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ /કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહિ.
સતત ધરાવતા કે જોખમી પ્રક્રિયા ધરાવતા કારખાનાઓમાં પણ ત્રણ-ચાર કલાક વારાફરતી મતદાન માટે જવા દેવા અને આ અંગે કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી માઇગ્રેટરી ઇલેકટર્સ ડો. વી.જી. બોરીચા, સરકારી શ્રમ અધિકારી, દેવભૂમિ દ્વારકા, મો. ૯૫૮૬૯ ૯૮૧૮૧, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, સી - ૨/૧૯/૨૦/૨૧, લાલપુર બાયપાસ, ખંભાળિયાનો સંપર્ક કરવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial