Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી બારમી મેના દિવસે ભરશે ઉમેદવારીપત્ર

૧૩ મે ના ચાર કિલોમીટર લાંબો રોડ-શો યોજશેઃ

નવી દિલ્હી તા. ૪: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૪ મે ના વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા ૧૩ મે ના તેઓ વારાણસીમાં રોડ-શો કરશે. વારાણસી લોકસભા સીટ માટે ૧ જૂન ર૦ર૪ ના મતદાન થશે. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પીએમ મોદીના રોડ-શો અને નોમિનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત થતા અહેવાલો મુજબ પીએમ મોદી ૧૩ મે ના બપોરે વારાણસી પહોંચશે. તેઓ કાશીમાં લંકા ચોક પર મદન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી રોડ-શો કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીનો રોડ-શો લગભગ ૪ કિલોમીટર લાંબો હશે.

વારાણસી લોકસભા સીટ માટે નામાંકન ભરવાનું કામ ૭ મે થી શરૂ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ર૦૧૪ પછી નરેન્દ્રભાઈ મોદીને ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં પણ વારાણસીના લોકોનું જોરદાર સમર્થન મળ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ ર૦૧૪ માં પહેલીવાર વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી હતી. અગાઉ ર૦૦૯ માં યોજાયેલી ચૂંટણીમાં અહીંથી ડો. મુરલી મનોહર જોષી સાંસદ હતાં.

વારાણસી લોકસભા મતવિસ્તારમાં પાંચ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. રોહાનિયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કેન્ટ, સેવાપુરી. ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી. તેમને ૬,૭૪,૬૬૪ મત મળ્યા, જ્યારે સપાના શાલિની યાદવ ૧,૯પ,૧પ૯ મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના અજય રાય ૧,પર,પ૪૮ મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતાં. ર૦૧૧ ની વસતિ ગણતરીના આંકડા અનુસાર વારાણસીની વસતિ લગભગ ૩૭ લાખ હતી. વારાણસીની ૭પ.૬૦ ટકા વસતિ સાક્ષર છે. આમાં પુરુષોનો સાક્ષરતા દર ૮૩.૭૮ ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર ૬૬.૬૯ ટકા છે. વારાણસીની બેઠક માટે મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh