Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પંચના સ્વીપ કાર્યક્રમ હેઠળ
ખંભાળીયા તા. ૪: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દ્વારકામાં મતદાન જાગૃતિ વોકેથોન યોજાઈ હતી. જેમાં નગરજનોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા હતાં.
૭ મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકા ખાતે પ્રાંત અધિકારી એચ.એ. ભગોરાની રાહબરી હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વોકેથોન (રેલી) યોજાઇ હતી. જેમાં નગરજનોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી હતી. રેલીમાં સૌએ અચૂક મતદાન, સો ટકા મતદાન, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ, પહેલા મતદાન, પછી અન્ય કામ, વધુમાં વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નાદથી સૌને મતદાન માટે જાગૃત થવાની આમ નાગરિકોને પ્રેરણા આપી હતી.
મતદાન જાગૃતિ રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ટીપીઈઓ દ્વારકા, બીઆરસી કો-ઓર્ડિનેટર દ્વારકા, કેળવણી નિરીક્ષક દ્વારકા, સીઆરસી કો-ઓર્ડીનેટર, વિવિધ શાળાના આચાર્યઓ, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, યોગબોર્ડના સભ્યો, વિવિધ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial