Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંધ ફીડરમાં અન્ય ફીડરનો પાવર કઈ રીતે આવ્યો?
ખંભાળિયા તા. ૪: ભાણવડમાં એક હોટલ પાસે વીજ કંપનીની ૧૧ કેવીની લાઈનમાં સર્જાયેલી ક્ષતિના સમારકામ માટે ગયેલા વીજ કર્મીનું શોર્ટ લાગતા મૃત્યુ નિપજ્યાના બનાવમાં વીજ કંપની દ્વારા તપાસ કરાઈ રહી છે. કોઈ વ્યક્તિ અન્ય વીજ ફીડરમાંથી પાવર ચોરી માટે લંગર નાખ્યું હોય અને તેનો કરંટ બંધ લાઈનમાં આવ્યો હોવાથી આ બનાવ બન્યાની આશંકા સેવાઈ રહી છે. આ બાબતે વિધિવત પોલીસ ફરિયાદ થવાની સંભાવના છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક હોટલ પાસે પસાર થતી વીજ કંપનીની ૧૧ કેવીની લાઈનમાં ક્ષતિ સર્જાતા તેના સમારકામ માટે વીજ કંપનીના ઈલેકટ્રીક આસીસ્ટન્ટ થાંભલા પર ચઢ્યા હતા. તેઓનું વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હોવા છતાં કરંટ આવતા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવે અરેરાટી પ્રસરાવી હતી.
તે દરમિયાન વધુમાં જાણવા મળ્યા મુજબ અન્ય વીજ ફીડરમાંથી કોઈ વ્યક્તિએ વીજચોરી કરવા માટે લંગરીયું નાખ્યું હોય અને તેનો કરંટ બંધ ફીડરમાં આવી જતાં જોરદાર વીજ આંચકો લાગવાથી આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનંુ ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે વિશેષ તપાસ કરાયા પછી પોલીસ ફરિયાદ કરવાની સંભાવના જોવાઈ રહી છે.
વીજ વિતરણમાં ક્ષતિ સર્જાય ત્યારે જે ફીડરમાં કામ કરવાનું હોય તે બંધ કરાવી અને બીજા ફીડર ચાલુ રખાવી નાગરિકોને મળતી વીજસેવા યથાવત રહે તે હેતુથી કામ કરતા વીજકર્મીઓમાં આ બનાવને પગલે ભય પ્રસર્યાે છે. આવી રીતે જો બને તો તેઓની સલામતી પણ જોખમાય શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial