Advertisement
Author: નોબત સમાચાર

યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં બે આરોપીના જામીન કરવામાં આવ્યા મંજૂર

ઓખામંડળમાં બન્યો હતો બનાવઃ

જામનગર તા. ૪: ઓખા પંથકમાં એક યુવતી પર દુષ્કર્મ ગુજારવા અંગે ચાર શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. પોલીસે આરોપીઓને પકડી જેલહવાલે કર્યા હતા. તે પૈકીના બે આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં વસવાટ કરતી એક યુવતીને ચાર શખ્સે અલગ અલગ સમયે દુષ્કર્મનો ભોગ બનાવી હતી. આ યુવતીને મારી નાખવાની ધમકી આપી ચૂપ રહેવા ફરજ પડાઈ હતી.

ત્યારપછી આ યુવતીએ સંતાનને જન્મ આપતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઓખા મરીન પોલીસ મથકમાં તૌસિફ કાદર સુમણીયા, ઈમરાન અલીભાઈ ચૌહાણ સહિતના ચાર શખ્સ સામે આઈપીસી ૩૭૬ (ર) (એન), ૫૦૬ (ર) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી પૈકીના તૌસિફ તથા ઈમરાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

આ આરોપીઓએ જામીન પર છૂટવા માટે દ્વારકાની અદાલતમાં અરજી કરી હતી. અદાલતે આરોપીના વકીલ જીતેન્દ્ર હિંડોચા, અભિષેક ધ્રુવ, નિરવ સામાણીની દલીલો ગ્રાહ્ય રાખી બંને શખ્સને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh