Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે....!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ઓટોમોબાઈલ ઉદ્યોગને અમેરિકામાં નિકાસ પર ટ્રમ્પની ૨૫% ટેરિફ લાદવામાં આવવાના સંજોગોમાં નેગેટીવ અસર સાથે ઈવી ઉત્પાદક ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના અહેવાલો વચ્ચે ઓટો શેર્સમાં મોટાપાયે વેચવાલી સાથે ટ્રમ્પના વર્લ્ડ ટ્રેડ વોરમાં ડ્રગ્ઝ-ફાર્મા, ચીપ્સની અમેરિકામાં આયાત પર ૨૫% ટેરિફના સંકેતે અને યુક્રેન મામલે અમેરિકા અને રશીયા એક થઈને કબજો કરવાના ઈરાદાએ ફરી જીઓપોલિટીકલ ટેન્શન ઊભું થવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી સાથે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારમાં કોવિડ બાદની સૌથી મોટી મંદી જોવા મળી રહી છે. તેમાં પણ ફેબ્રુઆરી માસ સૌથી નિરાશાજનક રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના બે માસમાં બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૩%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જયારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં અંદાજીત ૯૨૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરી માસમાં અત્યારસુધીમાં રેકોર્ડ રૂ.૬૪.૭૮ લાખ કરોડની વેચવાલી કરી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં જોઈએ તો અત્યારસુધીમાં જ એફઆઈઆઈએ રૂ.૧.૦૭ લાખ કરોડની વેચવાલી   નોંધાવી છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૪%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૯% વધીને અને નેસ્ડેક ૦.૧૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૨% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૮ અને વધનારની સંખ્યા ૭૩૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે. નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈને કારણે નિકાસ પર અસર સમગ્ર વૃદ્ધિને ધીમી કરશે. મૂડીઝના અંદાજ મુજબ ચીનનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દ ર ૨૦૨૪માં ૫%થી ઘટીને ૨૦૨૫માં ૪.૨% અને ૨૦૨૬માં ૩.૯% પર પહોંચશે. એશિયા-પેસિફિક માટેના તેના અનુમાન મુજબ, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ બંને નાણાકીય વર્ષોમાં ભારતનો વિકાસ દર ૬.૪%ના દરે વધવાની ધારણા છે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ. ૮૬૦૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૮૬૧૨૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૫૯૪૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૭ પોઈન્ટના ધટાડા સાથે રૂ. ૮૫૯૮૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ. ૯૫૯૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૪૩૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૯૫૯૦૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૦ પોઈન્ટના વધારા સાથે ૯૬૩૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ (૨૪૨૮) : આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૫૪ થી રૂ.૨૬૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૨૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

કોટક મહિન્દ્ર બેન્ક (૧૯૫૫) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૩૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૯૨૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૬૭ થી રૂ.૧૯૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે.!!

હેવેલ્સ ઈન્ડિયા (૧૫૧૯) : રૂ.૧૪૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૬૦ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!

ઓરબિન્દો ફાર્મા (૧૧૦૯) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૦૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

ટાટા કેમિકલ્સ (૮૪૫) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૭ સ્ટોપલોસ આસપાસ કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૫૮ થી રૂ.૮૭૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh