Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા ડીવાયએસપી ટીમે દરોડો પાડ્યોઃ
જામનગર તા. ૭: ખંભાળીયાથી જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા દેવળીયા ગામના પાટીયા પાસેથી પોલીસે એક ટ્રકમાં લઈ જવાતો ઘઉં, ચોખાનો આધાર પુરાવા વગરનો જથ્થો કબજે કરી ટ્રક ડિટેઈન કર્યો છે, આ કાર્યવાહી ડીવાય.એસ.પી. ટીમે કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાથી જામનગર તરફના રોડ પર એક ટ્રકમાં અનાજનો આધાર પુરાવા વગરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે તેવી બાતમી ખંભાળીયાના ડીવાયએસપી વીસ્મય માનસેતાને મળતા તેઓની સૂચનાથી પોલીસ ટીમ વોચમાં ગોઠવાઈ હતી.
તે દરમ્યાન દેવળીયા ગામના પાટીયા પાસેથી પસાર થતા એક ટ્રકને પોલીસ ટીમે રોકાવી તેની તલાસી લેતા આ ટ્રકમાંથી ૬૭૫ કિલો ચોખા અને ૨૭૦ કિલો ઘઉં મળી આવ્યા હતા, આ જથ્થા અંગે પુછપરછ કરાતા તેના ચાલક પાસે બિલ કે અન્ય કોઈ આધાર ન હોવાનું ખુલ્યું છે, પોલીસે ટ્રક તેમજ ઘઉં, ચોખા મળી કુલ રૂપિયા ૫,૨૬,૯૭૫નો મુદામાલ કબ્જે કર્યો છે અને તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial