Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામિનારાયણનગરથી ગાંધીનગરના માર્ગે
જામનગર તા. ૭: જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગની પાડતોડ કામગીરી અંતે પૂર્ણ થઈ છે. ૩૩૧ આસામીની ૩પપ થી વધુ મિલકતોમાં પાડતોડ પછી કાટમાળ ખસેડવા કાર્યવાહી ચાલુ છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ગત્ શનિવારથી સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીના માર્ગને ૧ર મીટર રસ્તો પહોળો કરવા માટે ડી.પી. કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આખરે પાંચ દિવસ સુધીમાં ૩૩૧ આસામીઓની કુલ ૩પપ થી વધુ મિલકતોમાં પાડતોડ કરવામાં આવી હતી, અને ડિમોલીશનનું કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધી સાડાત્રણ કિ.મી.નો રસ્તો ખુલ્લો કરી દેવાયો છે, અને અલગ અલગ બે ટૂકડીઓને દોડતી કરાવાઈ હતી. જે તમામદ્વારા રસ્તા પર પડેલો કાટમાળ વગેરેને ખસેડવાની કામગીરીમાં જોડાઈ હતી અને સમગ્ર ડિમોલીશનની કાર્યવાહીને આખરી ઓપ આપી દઈ રસ્તો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.
નજીકના ભવિષ્યમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માર્ગ પર તાત્કાલિક અસરથી ડિવાઈડર, માર્કીંગ તથા નવો પેવર રોડ બનાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે, અને નજીકના સમયમાં જ લોકોને અવરજવર કરવા માટેનો ગાંધીનગરથી સ્વામિ નારાયણનગર સુધીનો નવો રસ્તો પ્રાપ્ત થઈ જશે અને અસંખ્ય લોકોને સગવડતા મળશે.
જામનગરના ડી.કે.વી. રોડથી જી.જી. હોસ્પિટલ રોડ, અને અંબર ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક રહે છે, જેમાંથી પણ લોકોને મુક્તિ મળશે. સાથોસાથ અંતર પણ ઘટશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial