Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં કોરોનાના કેસ પાંચ હજારને ઓળંગી જતા સરકારો હાંફળી ફાંફળી

હવે કોરોના કંટ્રોલ માટે યોજાશે મોકડ્રીલઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: ભારતમાં કોરોના કેસ આંક પ હજારને પાર પહોંચી ગઈ છે. કેરળ-મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર થઈ છે. આ કારણે સરકારો હાંફળી-ફાંફળી થઈ છે, અને ગાઈડલાઈન્સ તથા સૂચનાઓ આપવા લાગી છે.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ૩૯૧ નવા બેસ નોંધાય છે, જ્યારે ૪ લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને પ,૭પપ થઈ ગઈ છે.

નિષ્ણાતોએ સતર્ક રહેવા અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેન૭ઈાઝેશન જેવી મૂળભૂત સાવચેતીઓ રાખવા પર ભાર મૂક્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના ૧૧૪ નવા કેસ નોંધાય છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧,ર૭૬ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એકનું મૃત્યુ નોંધાયું છે. આ સાથે મૃત્યુઆંક ૧૮ થયો છે, જ્યારે છેલ્લા ર૪ કલાકમાં કેરળમાં કોરોનાના ૧૯ર નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પ૮ અને દિલ્હીમાં ૩૦ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૧૭૦ કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસ ૭૧૭ થઈ ગયો છે. હાલમાં માત્ર ર૩ દર્દીઓ જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે ૬૯૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ૬૮ દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી.

કોરોનાના કેસો વધવા લાગતા કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારો હાંફળી-ફાંફળી થઈ છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સફાળી જાગેલી કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે સુવિધા-સ્તરની તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ કરવા માટેની સૂચનાઓ આપી છે. બધા રાજ્યોને ઓક્સિજન, આઈસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્ય દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. એવી જ રીતે રાજ્ય સરકારો પણ ગાઈડલાઈન્સ અને વિવિધ સૂચનાઓ તથા આદેશો આપવા લાગી છે.

અહેવાલો અનુસાર મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેમને ઘરે જ અલગ રાખવામાં આવી રહ્યા છે અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે.

આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં પપ મૃત્યુ નોંધાયા છે. રર મી મે ના દેશમાં કુલ રપ૭ સક્રિય કેસ હતાં. ત્યારથી કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે, તેથી તંત્રો હડિયાપટ્ટી કરવા લાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh