Advertisement
Author: નોબત સમાચાર

દેવંગી રામામંડળ દ્વારા પવિત્ર સંધ્યા

                                                                                                                                                                                                      

 તાજેતરમાં ભાટીયા ગામે ભક્તિભાવથી ભરેલો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પ્રસિદ્ધ શ્રી દેવંગી રામા મંડળ પ્રથમવાર ભાટીયા પધાર્યા હતા. લોહાણા મહાજન વાડી સામે આયોજિત આ કાર્યક્રમમાં ધર્મપ્રેમીઓની ભવ્ય ઉપસ્થિતિ રહી. આ પવિત્ર સંધ્યાનું યજમાનત્વ રમેશભાઈ એલ. બથીયા તથા રાહુલભાઈ પાબારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય 'ભાટીયા- નવગુજરાત સંગીત વિદ્યાપીઠ' ના અધ્યક્ષ અને ગુજરાત સરકારના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ કમલેશભાઈ બથીયાના વરદ હસ્તે દેવંગી રામા મંડળના કલાકારોને શિલ્ડ, સન્માનપત્ર અને શાલ ઓઢાડી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભજન-સંગીતની ભાવલહેરે ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh