Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂને પલ મેં કહાની ભરતે હૈ, હમ કિતાબો કી બાત કરતે હૈઃ
જામનગર તા. ૭: જામનગરમાં તાજેતરમાં રિડર્સ ક્લબ જામનગરની બીજી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ક્લબના સભ્યો દ્વારા વાર્ષિક બેઠક યોજવામાં આવી હતી. કેક કટિંગ કરી સભ્યોએ એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. સૌએ રિડર્સ ક્લબ વિશે પોતાના અનુભવો તથા પોતાના પહેલા પુસ્તકથી શરૂ થયેલી વાચનયાત્રા વિશે વાત કરી હતી.
રિડર્સ ક્લબ જામનગરની શરૂઆત તારીખ ૧ર મે ર૦ર૩ ના દિવસે થયેલી, બે વર્ષના ટૂંકા સમયગાળામાં અવનવી પ્રવૃત્તિઓથી વાચકોમાં ક્લબ લોકપ્રિય થવા લાગ્યું. આજે ક્લબના ૪૦૦ થી વધારે મેમ્બર્સ છે. ઉલ્લેખનિય છે કે ક્લબમાં જોડાવા વાચન-પ્રીતિ સિવાય કોઈ શરત નથી. મહિનાના છેલ્લા શુક્રવારે રાતે ૯ વાગે મિટિંગ હોય, જેમાં પુસ્તકોના રિવ્યુ શેર કરવામાં આવે, એકબીજાને જે પસંદ પડે એ પુસ્તક લઈ શકાય તેવી સહજ આપ-લે થાય. મિટિંગ અલગ-અલગ સ્થળ પર રાખવામાં આવે, જે પણ સભ્ય આવકાર આપે એમને ત્યાં કોઈ અન્ય ઔપચારિક બાબતો વગર મિટિંગ ગોઠવવામાં આવે.
રિડર્સ ક્લબ જામનગર મિટિંગ ઉપરાંત રિડર્સ પાર્ટી, મુકામ પોસ્ટ જામનગર, પધારો મ્હારે વેબ, રિડર્સ પિકનિક જેવી મેઘધનુષી પ્રવૃત્તિ કરે છે. રિડર્સ ક્લબ જામનગરની ઈન્સ્ટાગ્રામ પર હાજરી નોંધનીય છે. મેમ્બર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિવ્યુ, મિટિંગની જાહેરાત-અહેવાલ વગેરે પોસ્ટ કરવામાં આવે છે. વ્હોટ્સએપ ગ્રુપમાં પુસ્તકોની ટૂંકી વિગતો, લેખકોની જિંદગી તેમજ તેમના સર્જન વિશે ચર્ચાઓ, નવા પુસ્તકોના પ્રકાશન વિશેની માહિતી, અન્ય સાહિત્યિક કાર્યક્રમ વિશેની માહિતી વગેરે પણ સભ્યો માણતા રહે છે.
ક્લબની દરેક નવી પ્રવૃત્તિ રિડર્સ ક્લબના 'પિલર્સ' દ્વારા નક્કી કરવામાં આવે છે અને એ વ્યવસ્થિત થાય એ માટે સૌ જવાબદારીઓ વહેંચી લે છે. સભ્યો દ્વારા નાવિન્યથી ભરપૂર એવી આ પ્રવૃત્તિઓને હોંશે-હોંશે વધાવવામાં આવે. ત્રીજાવર્ષમાં પ્રવેશ નિમિત્તે સભ્યોએ આ જ ઉત્સાહથી કાર્યશીલ રહેવા કટિબદ્ધતા દર્શાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial