Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલુકાના આરોગ્યકર્મીઓની ૩૪ ટીમ બનાવીને
લાલપુર તા. ૭: મેલેરિયા, ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગચાળાની દૃષ્ટિએ હાયરિસ્ક એવા લાલપુર ગામમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર ડો. નુપુર પ્રસાદની સૂચના અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ એમપીએજડબલ્યુ એફએચડબલ્યુ સીએચઓ અને એએસએચએની ૩૪ ટીમો બનાવી તા. પ-૬-ર૦રપ ના સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ ર૩૦૯ ઘરોમાં ૯૦૩પ જેટલી વસ્તી આવરી કુલ ર૩ તાવના કેસોને શોધી સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.
તદુપરાંત મચ્યરજન્ય રોગચાળો અટકાવવા ૧૦,ર૩પ જેટલા પાત્રોમાં એબેટ નાખી મચ્છરની ઉત્પતિ રોકવા અંગે લોકોને સમજ આપવામાં આવી હતી અને ર૦૦૦ જેટલી મેલેરિયા, ડેન્ગ્યૂની પત્રિકાનું વિતરણ કરી લોકોમાં આઈઈસી કરેલ સાથે સાથે સો દિવસ ટીબી કામગીરીનું સ્ક્રીનીંગ ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તમામ ટીમોનું સુપરવિઝન અને મોનીટરીંગ આરોગ્ય સુપરવઈઝર જી.પી. મકવાણા, એન.આર. પરમાર, એસ.કે. સોરઠિયા, એમ.એમ. જોગલ અને કે.એમ. બગડા દ્વારા કરવામાં આવ્યું હતું.
તે પછી લાલપુર તાલુકા આરોગ્ય કચેરીમાં દરેક કર્મચારીઓના સર્વેના રિપોર્ટ કલેક્શન કરેલ તેમજ પોરાનાશક કામગીરી માટે એબેટનું દ્રાવણ કેવી રીતે બનાવવું, ક્લોરોસ્કોપ દ્વારા પાણી ચકાસણી કેવી રીતે કરવી તે અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન અને જરૂરી માર્ગદર્શન અને રિફેશર તાલીમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial