Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ લાભાર્થી બન્યા
જામનગર તા. ૫: મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશિયલ ગ્રુપ જામનગર અને જામનગર તાલુકા અભ્યુદય મંડળના તેમજ દાતાઓના સહકારથી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો અને ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક વિતરણ અને રાહત દરે ફુલસ્કેપ વિતરણનો કાર્યક્રમ ગત રવિવારે યોજાયો હતો.
જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી હિરેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક તેમજ સ્કૂલ કે કોલેજમાં ફી ભરવામાં પ્રોબ્લેમ હોય તો તેઓ મારો સંપર્ક સાધી શકે છે. અમે તેમને જરૂરી સહાય કરીશું. શિક્ષણ વિભાગ માટે અમો સદાય કામગીરી કરવા તત્પર છીએ. યુવા સોશિયલ ગ્રુપ છેલ્લા ૨૫ વર્ષથી વિદ્યાર્થીઓ માટે પુસ્તકની કામગીરી કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં યુવા સોશિયલ ગ્રુપ જામનગરના પ્રમુખ ચેતન ત્રિવેદી, ટ્રસ્ટીઓ હિરેન ત્રિવેદી, ડો. પ્રકાશભાઈ ત્રિવેદી, અશોક ત્રિવેદી, બીપીન ત્રિવેદી, પ્રમોદભાઈ ત્રિવેદી, હિતેશ ત્રિવેદી, ખુશાલ ત્રિવેદી, પરેશ ત્રિવેદી, પરશુરામ ત્રિવેદી, બીપીન ત્રિવેદી તેમજ મહિલા પાંખના જાગૃતિબેન, હેતલબેન, અલ્કાબેન, ધારીણીબેન, જયોતિબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  