Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ પર્યાવરણ દિને મોટા પાયે વૃક્ષારોપણઃ જનજાગૃતિ

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના કેરેજ અને વેગન ડેપોની પીટ લાઈન તથા આસપાસના વિસ્તારોમાં સઘન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત રેલવે અધિકારીઓ, કર્મચારીઓ સહિત અન્ય લોકોને પર્યાવરણના સંરક્ષણ હેતુ શપથ લેવડાવવામાં આવ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડીયા અંતર્ગત આયોજિત ચિત્રકલા, નિબંધ લેખન તથા ક્વિઝ સ્પર્ધાઓના વિજેતાઓને રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક અશ્વિનીકુમાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં ડીઆરએમ અશ્વિનીકુમારે પોતાના સંદેશમાં લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થવાની આવશ્યકતા પર ભાર મુક્યો હતો. આ અવસર પર ઉપસ્થિત એડીઆરએમ કૌશલ કુમા ચોબે તથા વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીગણ અને કર્મચારીગણ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનીલકુમાર મીના તથા રેલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું હતુ તથા યાત્રીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત પણ કર્યા હતા. આ ઉપરાંત રાજકોટ ડિવિઝનના વિવિધ ડેપો, સ્ટેશન, સહિત વીસ જગ્યાઓ પર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લગભગ ૫૦૦ લોકોની સહભાગિતાથી આશરે ૩૦૦ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રેલવેના કર્મચારીઓ ઉપરાંત બહારના લોકોની પણ સહભાગિતા રહી જે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણનો સંદેશ બનશે. 'વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫' પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત રેલવે અધિકારીગણ, કર્મચારી, રેલયાત્રી તથા એનજીઓના સહયોગથી કુલ ૭૨૪ સ્થળો પર ૯૪૬ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં રેલવે સ્ટાફ અને રેલયાત્રી સહિત લગભગ ૩૨૦૦ લોકોએ ભાગ લીધો અને આયોજનને સફળ બનાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રર-મે થી પ જૂન-ર૦રપ સુધી વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેની મુખ્ય થીમ "પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવું" એ હતી, જે પર્યાવરણીય સ્થિરતા અને પોતાના સંચાલનમાં પ્લાસ્ટિક કચરાને ઘટાડવા માટે પશ્ચિમ રેલવેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પખવાડિયાની શરૂઆત રર-મે ના રોજ એક જાહેર સભા અને શપથ ગ્રહણ સમારોહ સાથે થઈ હતી, જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓએ પ્લાસ્ટિક પ્રદૂષણનો સક્રિય રીતે સામનો કરવાના શપથ લીધા હતાં. તા. ર૮-મે થી ર-જૂન-ર૦રપ સુધી રાજકોટ રેલવે ડિવિઝનમાં વિવિધ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh