Advertisement
Author: નોબત સમાચાર

મસ્ક "ધ અમેરિકા પાર્ટી" નામનો રાજકીય પક્ષ સ્થાપે તો ૮૦ ટકા લોકોનું સમર્થન

ટ્રમ્પ સાથે વિવાદ વધતા અબજોપતિ એલોન આકરા પાણીએ...

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અબજોપતિ એલોન મસ્ક વચ્ચે 'શાબ્દિક યુદ્ધ' આસમાને પહોંચ્યું છે. મસ્કે નવો રાજકીય પક્ષ સ્થાપવાનો સંકેત આપ્યો છે. અમેરિકામાં એક એવા રાજકીય પક્ષની જરૂર છે. જે ૮૦% લોકોનું નેતૃત્વ કરે અને ૮૦% લોકો આવું ઈચ્છે છે તેમ એલોન મસ્કે જણાવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ એલોન મસ્ક વચ્ચે ચાલી રહેલા વિવાદ પર આખી દુનિયા નજર રાખી રહી છે. બંને સતત એકબીજા પર પ્રહારો કરી રહૃાા છે. અબજોપતિ અને ટેસ્લાના વડા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક નવા રાજકીય પક્ષ વિશે અનેક ટ્વીટ કર્યા છે, જેના પછી એવું માનવામાં આવે છે કે તેઓ એક નવી પાર્ટી બનાવી શકે છે. તેમણે પોતાની પોસ્ટમાં તેનું નામ 'ધ અમેરિકા પાર્ટી' રાખ્યું છે. જોકે, મસ્કે એવું કહૃાું નથી કે તેઓ નવી પાર્ટી બનાવશે પરંતુ તેમણે આવી ઘણી પોસ્ટ કરી છે જે આ અટકળોને વેગ આપી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદ વચ્ચે, અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કનો એક્સ-પોલ પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક્સ પર કરાયેલા આ પોલમાં ૮૦ ટકાથી વધુ લોકોએ મસ્કના પ્રશ્નનો હામાં જવાબ આપ્યો છે.

આ ઉપરાંત, ૧૯.૬ ટકા લોકોએ મસ્કના પ્રશ્નનો ના માં જવાબ આપ્યો છે. મસ્કના પ્રશ્ન ધરાવતા આ એક્સ-પોલમાં ૫૬.૩૦ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આવી જાહેરાતનો સમય પણ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, એલોન મસ્કે પોતાના જૂના રાજકીય ભાગીદાર અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શાબ્દિક હુમલો કર્યો છે.

આ સોશિયલ મીડિયા યુદ્ધે અમેરિકન રાજકારણને એક નવો વળાંક આપ્યો છે, જે આગામી ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. એલોન મસ્કે એકસ પર એક મતદાન કર્યું હતું અને પૂછયું હતું કે શું અમેરિકામાં નવા રાજકીય પક્ષની જરૂર છે? મસ્ક કહે છે કે આ મતદાનમાં ૮૦% વપરાશકર્તાઓએ 'હા'માં જવાબ આપ્યો હતો. આ અંગે મસ્કે લખ્યું, 'જનતા બોલી ગઈ છે. અમેરિકાને હવે એવી પાર્ટીની જરૂર છે જે મધ્યમ ૮૦% લોકોનું પ્રતિનિધિત્વ કરે અને ૮૦% લોકો પણ આ ઇચ્છે છે. આ જ ભાગ્ય છે.

આના જવાબમાં, એક યુઝરે એક તસવીર પોસ્ટ કરી જેના પર અમેરિકા પાર્ટી લખેલું હતું. આના પર ટ્રમ્પે કહૃાું, 'અમેરિકા પાર્ટી નામ ખૂબ સરસ લાગે છે. ખરેખર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી!' આ પછી, તેમણે બીજી પોસ્ટ કરી જેમાં ફક્ત લખ્યું હતું - 'ધ અમેરિકા પાર્ટી.'

એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો એક સમયે ખૂબ જ ગાઢ હતા. ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે મસ્ક તેમની કેબિનેટ બેઠકોમાં હાજરી આપતા હતા, અને ટ્રમ્પના ઉદ્ધાટન સમારોહમાં પણ તેમની પાછળ ઉભા જોવા મળ્યા હતા. તેઓ ડીઓજીઈ વિભાગના વડા પણ બન્યા હતા. મસ્કે ટ્રમ્પ માટે પ્રચાર કર્યો હતો. પરંતુ હવે આ મિત્રતા યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. મસ્કે તો એમ પણ કહૃાું છે કે જો તેમણે ટ્રમ્પને ટેકો ન આપ્યો હોત, તો તેઓ ચૂંટણી હારી ગયા હોત. ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કની સબસિડી અને સરકારી કરારો સમાપ્ત કરવાની ધમકી આપી છે.

એક થિંક ટેન્કના જવાબમાં, મસ્કે કહૃાું, ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ૩.૫ વર્ષ માટે રાષ્ટ્રપતિ રહેશે, પરંતુ હું અહીં ૪૦ વર્ષ કે તેથી વધુ સમય માટે રહીશ. નિષ્ણાતોના મતે, મસ્કને જે પ્રકારનો ટેકો મળ્યો છે, તે આગામી દિવસોમાં તે રાજકીય પક્ષ બનાવી શકે છે. એક્સ પર મસ્કના ૨૦૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh