Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીથી દેશભરમાં યોજાશેઃ 'પંચ પરિવર્તન' નો કાર્યક્રમ

શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનરમાં સરસ્વતી શિશુ વિદ્યાલયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષની ઉજવણી અંગે પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પત્રકાર મિલન કાર્યક્રમમાં વિભાગ કાર્યવાહ નિકુંજભાઈ ખાંટ તથા રાજકોટના પ્રાંત પ્રચાર સદસ્ય તુષારભાઈ પંડયા દ્વારા સંઘ શતાબ્દી વર્ષ આયોજન અંગે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. પત્રકારોના પ્રશ્નોના વિસ્તૃત જવાબો આપ્યા હતા. આગામી વિજયાદશમીના સંઘના સ્થાપના દિવસથી દેશભરમાં પંચ પરિવર્તન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જેમાં એક તો સમરસતાની વાત છે, આપણા સમાજમાં પ્રેમ ઉત્પન્ન થાય. વિવિધ પ્રકારનો સમાજ છે, વિવિધ અવસ્થામાં છે. વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં છે, સમસ્યાઓ પણ છે. એક નિયમ તમારા માટે બન્યો છે એ મારા માટે પણ યોગ્ય જ હશે એવું નથી. આટલો મોટો દેશ છે, તેમાંથી જો રસ્તો કાઢવાનો હોય તો જે પણ પ્રાવધાન કરવા પડશે. એ પ્રાવધાન મનથી કરાશે તો સુરક્ષીત રહીશું અને પ્રેમ વધશે. સામાજિક સમરસતાનો વ્યવહાર કરવાનો છે. તેમાં સામાજિક સમરસતાનો પ્રચાર અભિપ્રેત નથી. પ્રત્યેક સમાજની બહાર જેટલા પ્રકારો માનવામાં આવે છે,  અમે તો તેને એક માનીએ છીએ, એ તમામ પ્રકારોના મારા મિત્રો હોવા જોઈએ, મારા કુટુંબના મિત્રો હોવા જોઈએ. જ્યાં આપણો પ્રભાવ છે ત્યાં મંદિર, પાણી, સ્મશાન, એક હોય, આ પ્રારંભ છે, તેને આગળ વધારતા રહેવાનું છે.

એવી જ રીતે કુટુંબ પ્રબોધન છે. સંસારને રાહત દેનારી જે વાતો છે, જે આવશ્યક પરંપરાગત સંસ્કારોમાંથી આવે છે, આપણી કુળ-રીતિમાં છે અને દેશની રીતિ-નીતિમાં પણ છે, તેના પર બેસીને ચર્ચા કરવી તથા તેના પર સહમતિ સાધીને પરિવારના આચરણમાં લાવવી એ કુટુંબ પ્રબોધન છે.

પર્યાવરણ માટે તો આંદોલન સહિત ઘણી બધી વાતો ચાલે છે, પરંતુ વ્યકિત પોતાના ઘરમાં પાણીનો બગાડ થાય છે. તેની ચિંતા કરતો નથી. પહેલાં એ કરો, વૃક્ષો વાવો, પ્લાસ્ટિક હટાવો, પાણી બચાવો. આવું કરવાથી સમાજ વિકસિત થાય છે અને એ વિચારવા લાગે છે.

એવું જ સ્વ'ના આધાર પર કરો. પોતાના સ્વ'ના આધાર પર વ્યવહાર કરવો જોઈએ. આપણા સૌના જે રાષ્ટ્રીય સ્વ' છે એના આધાર પર ચાલો. પોતાના ઘરમાં ભાષા, ભૂષા, ભોજન, ભજન, ભ્રમણ, એ આપણાં રોવા જોઈએ. ઘરના ઉંબરાની બહાર પરિસ્થિતિ અનુસાર કરવું પડે છે. ઘરમાં તો આપણે છીએ, સ્વ' રહેશે તો તેના કારણે સંસ્કાર પણ બચશે. દેશને સ્વનિર્ભર થવું હશે તો આપણે બને ત્યાં સુધી દેશની વસ્તુઓથી કામ ચલાવીએ. આની આદત રાખીએ. એનો અર્થ એ નથી કે, આંતરરાષ્ટ્રીય વેપાર બંધ કરી દો. એનું એક સંતુલન છે. મારૃં ચાલી શકતું હશે તો તેને ચલાવીશ. દેશની આવશ્યકતા છે, કોઈ જીવન આવશ્યક કામ છે, તો બહારથી લાવવું પડે તો લાવો. પણ આપણી શરતો પર કોઈના દબાવમાં નહીં. આ બધી વાતો થશે સ્વ'નું આચરણ શક્ય બનશે. અને પાંચમો મુદ્દો છે કાયદો, સંવિધાન, સામાજિક ભદ્રતાનું પાલન...

આ પાંચ વાતો લઈને સ્વયંસેવક એ પથ પર આગળ વધશે અને શતાબ્દી વર્ષ પૂર્ણ થયા બાદ એને શાખાઓના માધ્યમથી સમાજમાં લઈ જશે. આ આચરણમાં આવશે તો વાતાવરણ બનવાથી પરિવર્તન આવશે તેવું જણાવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh