Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિલકત જપ્તિનો મુદ્દો બૂમરેંગ પૂરવાર થાય તો નવાઈ નહીં!
જામનગર તા. ર૭: લોકસભાની ચૂંટણી સંદર્ભમાં સમગ્ર દેશમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમેર જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ટીવી ચેનલો પર ગરમાગરમ ચર્ચા થઈ રહી છે, તો કેટલીક ચેનલો પર રાજકીય પક્ષ કે ઉમેદવારનો સીધો પ્રચાર થાય તેવા પ્રચારાત્મક અને 'સ્પેશ્યલ' અને કથિત રીતે મેન્યુપ્લેટેડ પ્રશ્નોત્તરી સાથેના લાંબા લચક ઈન્ટરવ્યુ પ્રસારિત થઈ રહ્યા છે. આ તમામ પ્રચાર દરમિયાન આક્ષેપબાજી સાથે જ્ઞાતિ/ધર્મના નામોનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યા છે, અને ચૂંટણી આચારસંહિતાના નિયમો માત્ર કાગળ ઉપર હોય તેમ જણાય છે!
તેમાંય ભાજપના ટોચના નેતાઓ દ્વારા મિલકત જપ્તિનો મુદ્દો જોરશોરથી રજૂ કરવામાં આવી રહ્યો છે, પણ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે મિલકત જપ્તિનો ઉલ્લેખ કોંગ્રેસના 'ન્યાયપત્ર' (ચૂંટણી ઢંઢેરામાં) માં છે કે નહીં? આખેઆખા ચૂંટણી ઢંઢેરાને કોણે વાચવાની દરકાર કરી છે? આવી કોઈ બાબતનો ઉલ્લેખ હોય તો તેનું અર્થઘટન કેવી રીતે થઈ રહ્યું છે? કોંગ્રેસના ન્યાય પત્રમાં નીતિ આધારિત વસતિ ગણતરીનો મુખ્ય મુદ્દો છે જ, પણ મિલકત જપ્તિના મુદ્દાને તો કોંગ્રેસના નિવૃત્ત જેવા અને હાલ અમેરિકા રહેતા સામ પિત્રોડાના અમેરિકામાં આ કાયદા સંદર્ભે કરેલા ઉલ્લેખનો સંદર્ભ લઈને ભારતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો તમારી મિલકતમાંથી પ૦ ટકા મિલકત જપ્ત કરી લેશે તેવી બૂમરાળ મચી ગઈ છે.
આ તો 'ભેંસ ભાગોળે અને છાસ છાગોળે' જેવો ઘાટ થયો છે. લોકસભા ર૦ર૪ ની ચૂંટણીમાં ભાજપ ૪૦૦ થી વધુ બેઠકો જીતશે તેવો આત્મવિશ્વાસ સાથે દાવો અને પ્રચાર કરે તે વ્યાજબી છે, પણ વિવિધ સર્વેમાં પણ ભાજપ જ પુનઃ સત્તા સ્થાને આવશે અને કમ્ફર્ટેબલ મેજોરીટી પ્રાપ્ત કરશે તેવા તારણો આવી રહ્યા છે, ત્યારે 'કોંગ્રેસ સત્તા પર આવશે તો...'નો ઉલ્લેખ જ ભાજપના નેતાઓના નિવેદનો-પ્રચાર સામે વિરોધાભાસ સર્જે છે અથવા બીજા શબ્દોમાં રાજકીય પંડિતોના મતે ભાજપના નેતાઓને ક્યાંક છૂપો ડર હોય શકે છે. તેમાં ય ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે ચિંતા વધી છે. ઈવન ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના કારણે જાણકારોના અભિપ્રાય અને સર્વે મુજબ ર૬ માંથી આઠ બેઠકો પર કસોકસની સ્પર્ધા છે.
આમ મિલકત જપ્તિનો મુદ્દો આ બાબતની ચૂંટણીમાં ભાજપ માટે બૂમરેંગ પૂરવાર થાય તો નવાઈ તહીં!
આમેય... સર્વોચ્ચ અદાલતે પણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે દેશના કોઈપણ નાગરિકની વ્યક્તિગત મિલકત જપ્તિની કોઈ કરતા કોઈ જોગવાઈ કે શક્યતા જ નથી... અર્થાત્ કોંગ્રેસે ખુલાસો કરવાની જરૂર નથી કે સામ પિત્રોડાની સ્પષ્ટતાની જરૂર પણ રહી નથી!
હવે જોઈએ... આગામી બાકીના પાંચ તબક્કાની ચૂંટણીના સમયમાં રાજકીય પક્ષો ચૂંટણીમાં ગરમાવો લાવવા, મતદાન વધુ થાય તે દિશામાં પ્રચારનો સઢ કઈ દિશામાં ફેરવે છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial