Advertisement
Author: નોબત સમાચાર

હંબનટોટાના મટાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન ભારત અને રશિયાની કંપનીઓને સુપ્રત કર્યું

શ્રીલંકાનો ચીનને જબરો ઝટકોઃ ચીને આપી હતી કરોડોની લોન

નવી દિલ્હી તા. ર૭: શ્રીલંકાના હંબનટોટાના મટાલા રાજપક્ષે એરપોર્ટનું સંચાલન ત્યાંની સરકારે ભારત અને રશિયાની કંપનીઓને સુપ્રત કરી દેતા ચીનને જબરો ઝટકો લાગ્યો છે.

શ્રીલંકાના હંબનટોટામાં આવેલા મટાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને ચીન માટે જોરદાર ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ એરપોર્ટનું નિર્માણ ર૦૯ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે કરવામાં આવ્યું છે.

એક સમયે ફ્લાઈટના અભાવે આ એરપોર્ટ વિશ્વનું સૌથી નિર્જન એરપોર્ટ ગણાતું હતું. મટાલા એરપોર્ટનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના નામ પરથી રાખવામાં આવ્યું છે. મહિન્દા રાજપક્ષેના લગભગ એક દાયકા લાંબા શાસન દરમિયાન ઘણાં વિશાળ માળખાકીય પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતાં, જેમાંથી આ એક છે.

શ્રીલંકાની સરકારના પ્રવક્તા અને મંત્રી બંધુલા ગુણવર્દનેએ જણાવ્યું હતું કે, શ્રીલંકાની કેબિનેટે ૯ જાન્યુઆરીએ સંભવિત પક્ષોના ટેન્ડર આમંત્રિત કરવા મંજુરી આપી હતી. ત્યારપછી પ દરખાસ્તો મળી હતી. કેબિનેટ દ્વારા નિયુક્ત સલાહકાર સમતિએ ૩૦ વર્ષ માટે ભારતની શૌર્ય એરોનોટિક્સ (પ્રાઈવેટ) લિમિટેડ અને રશિયાની એરપોર્ટસ ઓફ રિજન મેનેજમેન્ટ કંપનીને મેનેજમેન્ટ એગ્રીમેન્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુણવર્દનેએ કહ્યું કે કેબિનેટે નાગરિક ઊડ્ડયન અને એરપોર્ટ સેવાઓના મંત્રી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.

ચીને આ પ્રોજેક્ટ માટે ઊંચા વ્યાજ દરે કોમર્શિયલ લોન આપી હતી. આ પ્રોજેક્ટ પર ર૦૯ અમેરિકન મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાંથી ૧૯૦ અમેરિકન મિલિયન ડોલરની લોન ચીનની એક્ઝિમ બેંક દ્વારા ઊંચા વ્યાજ દરે આપવામાં આવી છે. શ્રીલંકાની સરકાર ર૦૧૬ થી આ એરપોર્ટનું સંચાલન કરવા માટે વ્યવસાયિક ભાગીદારની શોધ કરી રહી હતી, કારણ કે તેને ભારે નુક્સાન થઈ રહ્યું હતું. અહીં મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે ફ્લાઈટ્સની સંખ્યા સતત ઘટી રહી છે.

આ ઉપરાંત આ એરપોર્ટ પર્યાવરણની દૃષ્ટિએ પણ ખૂબ જ સંવેદનશીલ હતું. સતત ખોટને કારણે એરપોર્ટના નિર્માણ પર સવાલો ઊભા થયા હતાં. ઘણાં નિષ્ણાતોએ કહ્યું કે આ એરપોર્ટ બનાવીને ચીને શ્રીલંકાને વધુ એક દેવાની જાળમાં ફસાવી દીધું. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને રશિયન કંપનીઓને મેનેજમેન્ટની જવાબદારી મળ્યા પછી શું બદલાવ આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh