Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકારના પેન્શનરો-કર્મચારીઓમાં વિવિધ પ્રશ્નો અંગે ભારે અસંતોષ..!

જુની પેન્શન યોજના ચાલુ કરવા, ફીકસ પગારની પ્રથા બંધ કરવા મુખ્ય મુદ્દા..

જામનગર તા. ર૭: ગુજરાત રાજ્યના તથા કેન્દ્રના કર્મચારીઓ સરકારી તથા ગ્રાંટ ઈન એઈડના કર્મચારીઓમાં કેન્દ્ર રાજ્ય સરકાર પ્રત્યે છુપો અસંતોષ હોય તેને ઓછો કરવાના પ્રયાસો શરૂ થવાનું જાણવા મળે છે.

પગાર પંચોનું જોઈએ તો પહેલું પગારપંચ ૧૯૪૭માં આવેલું કોંગ્રેસ સરકારે ૪૦ ટકા પગાર વધારો આપેલો બીજું પગારપંચ ૧૯પ૯માં કોંગ્રેસની સરકારમાં આવેલું અને પ૦ ટકા પગાર વધારો આપેલો ત્રીજું પગારપંચ ૧૯૭૩ મા આવેલું રપ ટકા પગાર વધારો થયેલો ચોથું પગારપંચ ૧૯૮૬માં આવેલું તેમાં ૩પ તથા અને ૬ઠ્ઠુ પગાર પંચ ર૦૦૩માં કોંગ્રેસની સરકારોમાં આવેલું જેમાં ૪૦ ટકા વધારો થયેલો.

૧૦-૧ર-૧૪ વર્ષે આવતા પગારપંચોમાં સરકારી કર્મીઓના પગાર વધે છે. ર૦૧૬ માં સાતમું પગાર પંચ આવ્યું જેમાં ૧૪ ટકા જ પગાર વધશે. કુલ સાત પગાર પંચ આવ્યા જેમાં છ કોંગ્રેસમાં આવેલા જેમાં રપ થી પ૦ ટકા પગાર વધ્યા જ્યારે ભાજપની સરકારમાં ૧૪ ટકા જ વધશે વળી તે પછી પેન્શન યોજના બંધ અને ફીકસ પગાર શરૂ કરાયા હોય પગાર પંચ પેન્શન ઘટાડાથી સરકારી કર્મચારીઓમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે.

જુની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગણી સાથે આંદોલનો થયા છે તો ફીકસ પગારની પ્રથા બંધ કરવાની માંગણી સાથે પણ કર્મચારીઓ-પેન્શનરોમાં ભારે અસંતોષ પ્રવર્તે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh