Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષણ સમિતિના ચેરમેનના ડ્રાઈવરે પી લીધી ઝેરી દવા

અમૂક વ્યક્તિની પજવણી કારણભૂતઃ

જામનગર તા. ૨૭: જામનગરની શિક્ષણ સમિતિના ચેરમેનની મોટર ચલાવતા કર્મચારીએ ગઈકાલે ઝેરી દવા પી લીધી છે. તેઓના નવા બનતા મકાન અંગે કેટલાક વ્યક્તિ પજવતા હોવાનું અને તેના કારણે દવા પી લીધાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિના વાહનના ચાલક અને ગોકુલનગર રડાર રોડ પર રહેતા ભરતસિંહ વજુભા ચુડાસમા (ઉ.વ.૩૫) નામના યુવાને ગઈકાલે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ યુવાન હાલમાં પોતાના મકાનનંુ બાંધકામ કરાવી રહ્યા છે ત્યાં કેટલાક વ્યક્તિઓ તેમને પજવતા હોવાથી ભરતસિંહે દવા પીધાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh