Advertisement
Author: નોબત સમાચાર

કુકી ઉગ્રવાદીઓએ મધ્યરાત્રિએ હુમલો કરતા સીઆરપીએફના બે જવાનો શહીદ

મણિપુરમાં બે સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે

ઈમ્ફાલ તા. ર૭: મણિપુરમાં બે સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેના સંદર્ભે તૈનાત થયેલા સીઆરપીએફના જવાનો પર કુકી ઉગ્રવાદીઓએ મધ્યરાત્રિએ હુમલો કરતા બે જવાનો શહીદ થયા છે.

મણિપુરમાં કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. શુક્રવારે મધ્યરાત્રિએ કુકી ઉગ્રવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર હુમલો કર્યોય હતો, જેમાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતાં.

આ અંગે માહિતી આપતા મણિપુર પોલીસે જણાવ્યું કે શુક્રવારની મધ્યરાત્રિએ લગભગ ર-૧પ વાગ્યાની આસપાસ કુકી ઉગ્રવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના બે જવાનો શહીદ થયા હતાં. આ બન્ને જવાનો મણિપુરના બિષ્ણપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફની ૧ર૮ મી બટાલિયનના હતાં.

આ પહેલા પણ ઉગ્રવાદીઓએ ત્રણ જિલ્લાઓ, કાંગપોકપી, ઉખરુલ અને ઈમ્ફાલ પૂર્વના ત્રિજંક્શન જિલ્લામાં એકબીજા પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરીંગમાં કુકી સમુદાયના બે લોકોના મોત થયા હતાં. આ પછી થૌબલ જિલ્લાના હીરોક અને તેંગનોપલ વચ્ચે ર દિવસના ક્રોસ ફાયરીંગ પછી, ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના મોઈરાંગપુરેલમાં ફરી હિંસા ફાટી નીકળી, જેમાં કાંગપોકપી અને ઈમ્ફાલ ઈસ્ટ બન્નેના સશસ્ત્ર બદમાશો સામેલ હતાં.

મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેળવવાની મેઈતેઈ સમુદાયની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આયોજિત 'આદિવાસી એક્તા માર્ચ'ને પગલે ગત્ વર્ષે ૩ મે ના જાતિ હિંસા ફાટી નીકળી ત્યારથી ૧૮૦ થી વધુ લોકો માર્યા ગયા છે. મણિપુરની વસતિના લગભગ પ૩ ટકા મેઈટીસ છે અને મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકી સહિત આદિવાસીઓ ૪૦ ટકા છે અને મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh