Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચમી મે ની સાંજે ૬ વાગ્યે
જામનગર તા. ર૭ : ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓએ તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ નું મતદાન જામનગર જિલ્લામાં તા. ૭-પ-ર૪ ના થનાર છે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાના ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સૂચના અનુસાર મતદાન પુરૃં થવાના સમય એટલે કે તા. ૭-પ-ર૪ ના સાંજના ૬ કલાકથી ૪૮ કલાક અગાઉ તા. પ-પ-ર૦ર૪ ના સાંજના ૬ કલાકથી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તા કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતાં રહેવાનું રહે છે.
જે અંગે જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
જે મુજબ કલમ ૧૪૪ હેઠળ જામનગર જિલ્લામાં તમામ પાંચ વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાન પૂરૃં થવાના સમય ૪૮ કલાક અગાઉ એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતાં રહેવાનું રહેશે.
ઉમેદવારોના ચૂંટણી એજન્ટોને આ હુકમ લાગુ પડશે નહીં. પરંતુ તેઓએ ચૂંટણી એજન્ટ હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial