Advertisement
Author: નોબત સમાચાર

મોટા ગુંદાના શખ્સને સગીરાના અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં દસ વર્ષની કેદસજા

રૃા.૧૦ હજારનો ફટકારવામાં આવ્યો દંડઃ

જામનગર તા. ૨૭: ભાણવડના મોટા ગુંદામાં રહેતા એક શખ્સે પાંચ વર્ષ પહેલાં તરૂણીનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પત્ની તરીકે રાખવામાં આવેલી આ તરૂણીએ બાળકને જન્મ પણ આપ્યો હતો. અપહરણ, દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા આ ગુન્હામાં અદાલતે આરોપીને દસ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યાે  છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી વળતર ચૂકવાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામના ભરત ઉર્ફે કાના અરજણભાઈ ભટ્ટી નામના શખ્સે એક તરૂણીનું ગઈ તા.૧૨-૯-૧૯ના દિને બાઈકમાં અપહરણ કર્યું હતું. તે તરૂણીને ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીરોજ ગામના પાટીયા પાસે અને ત્યાંથી દેસર ગામે લઈ જઈ ભરતે દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ શખ્સે તે સગીરાને પોતાની પત્ની તરીકે સાથે રાખી દુષ્કર્મ ગુજારતા તેની ગર્ભવતી બની હતી અને બાળકને જન્મ પણ આપ્યો હતો. આ બાબતની પોલીસમાં જે તે વખતે ફરિયાદ થઈ હતી. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (એલ) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કર્યા પછી આરોપીને પકડી પાડ્યો હતો. ઉપરોક્ત કેસ ખંભાળિયાની કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ભરત અરજણ ભટ્ટીને તક્સીરવાન ઠરાવી દસ વર્ષની કેદની સજા અને રૃા.દસ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને વળતરની સ્કીમ હેઠળ રૃા.૧ લાખ ચૂકવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh