Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂવારે રાત્રે અજાણ્યા શખ્સે આચર્યાે કરતબઃ
જામનગર તા. ૨૭: જામનગરના રણમલ તળાવની પાળ પર આવેલા પેટ્રોલપંપે ગુરૂવારે રાત્રે ગયેલા એક શખ્સે બાથરૂમ જવાનું બહાનુ બતાવી ઓફિસમાં ઘૂસ્યા પછી ત્યાં રહેલા ટેબલના ખાનામાંથી રૃા.૩૫,૩૭૦ રોકડા ચોરી લીધા છે. પેટ્રોલપંપના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણમલ તળાવની પાળ પર બાલા હનુમાન મંદિર નજીક આવેલા પરિમલ ટ્રેડર્સ નામના પેટ્રોલ પંપમાં નોકરી કરતા દીપકભાઈ પ્રભુદાસ છત્રાળાએ ગુરૂવારની રાત્રે પેટ્રોલપંપની ઓફિસમાંથી રૃા.૩૫,૩૭૦ રોકડા ચોરાઈ ગયાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગુરૂવારે રાત્રે એકાદ વાગ્યે પેટ્રોલપંપ પર આવેલા એક શખ્સે ત્યાં હાજર કર્મચારીને બાથરૂમ જવું છે તેમ કહ્યું હતું તેથી આ શખ્સને પેટ્રોલપંપની ઓફિસમાં આવેલા બાથરૂમનો ઉપયોગ કરવાની પરવાનગી અપાઈ હતી. તે પછી થોડા ખુલ્લા રાખવામાં આવેલા શટરમાંથી ઘૂસેલા આ શખ્સે ઓફિસમાં પડેલા ટેબલના ખાનામાંથી રૃા.૩૫,૩૭૦ રોકડા ઉઠાવી લીધા હતા.
ત્યારપછી પેટ્રોલપંપેથી આ શખ્સ રવાના થઈ ગયો હતો. ચોરીની જાણ થયા પછી ગઈકાલે રાત્રે દીપકભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે પેટ્રોલપંપમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ આજુબાજુના અન્ય કેમેરાના ફૂટેજ ચકાસી તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial