Advertisement
Author: નોબત સમાચાર

નાની રાફુદળની ખેતીની જમીન અંગે કરાયેલો દાવો રદ્દ કરતી લાલપુર કોર્ટ

દસ્તાવેજ રદ્દ કરવા તથા કબજો અપાવવા મંગાઈ હતી દાદઃ

જામનગર તા. ૨૭: લાલપુરના નાની રાફુદળ ગામમાં આવેલી ખેતીની કિંમતી જમીનનો દસ્તાવેજ રદ્દ કરવા તથા કબજો અપાવવાની દાદ સાથે કરાયેલો દાવો અદાલતે નામંજૂર રાખ્યો છે.

લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં આવેલી જમીન અંગે મહંમદહુસેન અલારખા સાટીએ હાલના માલિક જુસબ વલીમામદ સાટી, મુસા જુસબ, વસીમ જુસબ સામે દીવાની અદાલતમાં દાવો કરી તેઓના હિસ્સાઓની જમીનના કરી નખાયેલા દસ્તાવેજને રદ્દ કરવાની માગણી કરી હતી.

તે દાવામાં પ્રતિવાદી પક્ષે દલીલ કરી હતી કે, પ્રતિવાદી નં.૧ના પિતા વલીમામદ મુસાએ વર્ષ ૧૯૮૦માં પુત્ર જુસબ વલીમામદ માટે દસ્તાવેજ કરી આપ્યો હતો. તેના આધારે જુસબનંુ નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ થયું હતું. તેઓની હૈયાતીમાં પ્રતિવાદી નં.૨ તથા નં.૩ના નામ પણ રેવન્યુ રેકર્ડમાં દાખલ થયા હતા. તે ઉપરાંત દાવાના ચાર વર્ષ પહેલા પ્રતિવાદી જુસબ વલીમામદ અવસાન પામ્યા છે તેમ છતાં તેમની સામે ખોટી રીતે દાવો કરાયો છે.

બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી લાલપુરની દીવાની અદાલતના ન્યાયમૂર્તિએ દાવો રદ્દ કર્યાે છે. પ્રતિવાદી મુસા જુસબ તરફથી વકીલ ચંદ્રેશ મોતા, જયદેવ ગોહિલ, મૈત્રી ભૂત, સાહીના દલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh