Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન ચઢાવતી વખતે કોઈ રીતે ગરદન ફસાઈ જતાં સર્જાઈ દુર્ર્ઘનાઃ
જામનગર તા. ૨૭: જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજમાં ગઈકાલે યોજાયેલા એક પ્રસંગના જમણવાર માટે કેટરીંગ સર્વિસને ઓર્ડર અપાયો હતો. તે કામમાં બેડીના રહેવાસી તેર વર્ષના તરૂણ સહિતના વ્યક્તિ કામ કરી રહ્યા હતા ત્યારે સામાન ઉપર ચઢાવતી વખતે એક તરૂણનું ખૂલી લીફ્ટમાં બીજા માળથી ત્રીજા માળની વચ્ચે ફસાઈ જતાં ગરદનમાં ઈજા થયા પછી મૃત્યુ થયું છે. આ બનાવના પગલે પોલીસ, ફાયરબ્રિગેડ, ૧૦૮ દોડી આવ્યા હતા.
જામનગર નજીકના બેડીમાં જામા મસ્જિદ પાસે રહેતા તૌસિફ અહેમદભાઈ મકવાણા નામના તેર વર્ષના તરૂણ ગઈકાલે રણજીતનગરમાં આવેલા પટેલ સમાજની જગ્યામાં કેટરીંગનું કામ કરવા માટે ગયા હતા. તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિઓ સાથે તેઓ ભોજનનો સામાન બીજા માળેથી ત્રીજા માળે ચઢાવવાનું કામ કરી રહ્યા હતા.
આ વેળાએ તેઓ પટેલ સમાજમાં મૂકવામાં આવેલી ખૂલી લીફ્ટમાં સામાન ચઢાવતા હતા ત્યારે કોઈ રીતે લીફ્ટમાં ફસાઈ ગયા હતા.
આ તરૂણ કામ કરતી વખતે દોઢેક કલાક સુધી જોવા નહીં મળતા સાથે કામ કરતા લોકોએ તેને શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં તૌસિફ લીફ્ટમાં સામાન ચઢાવતો હતો તેમ જાણવા મળતા લીફ્ટમાં તપાસ કરાતા બીજા માળથી ત્રીજા માળની વચ્ચે ફસાયેલી લીફ્ટમાં તૌસિફ જોવા મળ્યો હતો. આ તરૂણની ગરદન લીફ્ટમાં ફસાઈ ગયેલી જણાઈ આવતા ૧૦૮ તથા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલા ફાયરના જવાનોએ લીફ્ટમાંથી તૌસિફને બહાર કાઢ્યો ત્યારે તેને માથામાં ગંભીર ઈજા થયેલી હતી. તરત જ તેને સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં આ તરૂણ મૃત્યુ પામેલો જણાઈ આવ્યો હતો. અબ્બાસ હુસેનભાઈ મકવાણાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે.
પટેલ સમાજની રણજીત નગર સ્થિત આ જગ્યામાં ગઈકાલે એક શુભ પ્રસંગ અંતર્ગત જમણવાર રાખવામાં આવ્યો હતો અને તેનું કામ કેટરીંગવાળાને આપવામાં આવ્યું હતું અને તે કેટરીંગ સર્વિસ સાથે સંકળાયેલા તૌસિફ સહિતના વ્યક્તિઓ કામ પર હતા ત્યારે આ તરૂણનું લીફ્ટમાં ફસાઈ જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial