Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ર૭: જામનગરમાં ઝપાટાબંધ રીતે ફૂંકાયેલા પવનના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરાઓ વચ્ચે તાપમાન ઘટતા ગરમીમાં પણ ઘટાડો થયો હતો. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીલા વાયરાઓ ફૂંકાઈ રહ્યા છે. આ દોર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. ગતિમાન પવન અને મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી.
નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial