Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાનું સેવા આનંદ ગ્રુપ મીનરલ વોટર આપીને મુસાફરોને તૃષા છીપાવે છે... પ્રશંસનિય

રાહદારી અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનો નજીક જઈને

ખંભાળિયા તા. ર૭: જામખંભાળિયામાં વિનાયક સોસાયટીથી નજીક આવેલા રેલવે ફાટક પાસે જ્યારે ફાટક બંધ હોય, ત્યારે અવારનવાર વાહનોની લાંબી લાઈનો લાગતી હોય છે, ત્યારે વાહનચાલકો તથા વાહનોમાં બેઠેલા મુસાફરોને ઠંડુ મીનરલ વોટર પીવડાવીને 'સેવા આનંદ' સેવાભાવી ગ્રુપના સભ્યો તેઓની તરસ છીપાવતા હોય છે.

છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આ સેવા માટે ગ્રુપના સભ્યો વાહનોની નજીક જઈને મુસાફરોને તો વિવેકપૂર્વક અને પ્રેમપૂર્વક ઠંડુ ચોખ્ખુ પાણી પીવડાવે જ છે, પરંતુ તે ઉપરાંત વટેમાર્ગુઓને પણ આ સેવા આપે છે. મીનરલ વોટરનું આ પરબ દર વર્ષે ઉનાળામાં જુદા જુદા દાતાઓના આર્થિક સહયોગથી ચાલે છે, અને તેમાં દરેક ઉનાળામાં સેવાભાવી કાર્યકરો સેવા આપે છે, જે પ્રશંસનિય છે. કોઈપણ પૈસા આપે તો પણ તેઓ સ્વીકારતા નથી.

ખાસ કરીને રામદેવસિંહ ગોહિલ, અમુભાઈ જોષી, દુલામારાજ, રણજીતસિંહજી જાડેજા, ભીખુભા જાડેજા ખીજડિયાવાળા, અશ્વિનભાઈ ચોપડા, ગુમાનસિંહ જાડેજા, વિજયનાથજી, જોરૂભા ચુડાસમા, લધુભા રાઠોડ, લખમણભાઈ હડિયલ, મનિષાબેન પટેલ, કનુભા જાડેજા, દુદાભાઈ કરસનભાઈ કુંભાર, કાનજીભાઈ સતવારા વગેરે કાર્યકરો સતત સેવા આપી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh