Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા કોરિડોરનો સૂચિત નકશો થયો વાયરલ

તંત્રે પુષ્ટિ કરી નથીઃ લોકોમાં હડકંપઃ જાગી ચર્ચા

દ્વારકા તા. ર૭: યાત્રાધામ દ્વારકા કોરિડોરનો સૂચિત નકશો વાયરલ થતાં દ્વારકામાં ચર્ચા જાગી છે અને સંબંધિત લોકોમાં ગભરાટ જાગ્યો હોવાનું કહેવાય છે.

દ્વારકા યાત્રાધામના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંદિર વિસ્તાર તથા શહેરના માર્ગો અને પાર્કિગ સહિતની વિકાસરૂપી વ્યવસ્થા માટે પુનઃ નિર્માણ કરવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેના માટે ખાનગી એજન્સી અને વહીવટી તંત્ર દ્વારા સંકલન કરીને સૂચિત નકશો તૈયાર કરવામાં આવ્યો છે.

જેના નકશાની ડિપાર્ટમેન્ટના પ્લાનીંગ સાથેની એક પીડીએફ ફાઈલ મોબાઈલમાં ગઈકાલે વાયરલ થતાં શહેરીજનોમાં ભારે હડકંપ મચ્યો છે. કારણ કે શહેરના કેટલાક વિસ્તારોમાં વાણિજય, રહેણાંકની મિલકતોની સૂચિત નકશામાં સમાવેશ થતો હોય ત્યાં અન્ય કેટલીક જરૂરી માહિતીઓ વિકાસશીલ આ નકશામાં સામેલ હોય તેવી ર૪ જેટલા પાનાની દિશા સૂચક ચિન્હો દર્શાવતી આ નકશાની પીડીએફ વાયરલ થઈ છે જો કે સરકારી તંત્ર એ બાબતે કોઈ પુષ્ટી કરી નથી પરંતુ આ નકશો જાહેરમાં કેવી રીતે આવ્યો તે બાબત ચર્ચાનો વિષય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh