Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના સઈ દેવરીયામાં ખેતર સ્થિત મકાનમાંથી ૩.૮૦ લાખની રોકડ ચોરાઈ

તસ્કરોએ અગત્યના કાગળોની ફાઈલ પણ ઉટાવીઃ

જામનગર તા. ૨૭: ભાણવડના સઈ દેવરીયા ગામમાં વાડી વિસ્તારમાં એક મકાનમાં ગુરૂવારની રાત્રે મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘૂસી ગયેલા કોઈ શખ્સે અંદરથી રૃા.૩ લાખ ૮૦ હજાર રોકડા તથા અગત્યના કાગળોની ચોરી કરી લીધી છે. પોલીસે તપાસ આરંભી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા હિતેશભાઈ ભોજાભાઈ ગાજરોતર નામના આસામીના મકાનમાં ગુરૂવારની રાત્રે કોઈ શખ્સ ચોરીના ઈરાદાથી ઘૂસી ગયો હતો.

આ શખ્સે ખેતર સ્થિત મકાનમાં મુખ્ય દરવાજાના નકૂચાને કોઈ હથિયારથી તોડી નાખી ગુરૂવારે રાત્રે સાડા આઠ વાગ્યાથી દોઢ વાગ્યા દરમિયાન ચોરી કરી છે. આ શખ્સે ઓરડામાં રાખવામાં આવેલા પતરાના કબાટના ખાનામાંથી રૃા.૧૦૦, ૨૦૦ તથા પ૦૦ની ચલણી નોટ ઉઠાવી છે. આ શખ્સે કુલ રૃા.૩,૮૦,૦૦૦ રોકડા ચોરી કરી લીધા છે અને જતી વખતે આ શખ્સ કબાટના એક ખાનામાંથી અગત્યના કાગળો પણ ઉઠાવતો ગયો છે.

ચોરીની ફરિયાદ ગઈકાલે ભાણવડ પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈએ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh