Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર
જામનગર તા. ર૭: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧ર-જામનગર લોકસભા બેઠક હેઠળના સાતેય વિધાનસભા મત વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દ્વારકા વિધાનસભા મત વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહ નિમિત્તે દ્વારકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઠેર-ઠેર પુષ્પ વર્ષાથી અને ફુલહારથી સ્વાગત સન્માન કરી દ્વારકાના નગરજનોએ તેમના વિજય માટે શુભેચ્છા આશિર્વાદ આપી કમળને જ મત આપવાની ખાત્રી આપી હતી. રોડ-શોના રૂટને ભાજપના કેસરી ઝંડા, ધજા-પતાકા તથા નેતાઓના કટઆઉટ અને બેનોરોથી શણગારવામાં આવ્યો હતો. 'અબ કી બાર ૪૦૦ કે પાર' 'ફરી એક બાર મોદી સરકાર'ના નારા ગુંજી ઉઠ્યા હતાં.
આ સાથે યોજાયેલ જાહેર સભામાં જંગી માનવમેદની ઉમટી પડી હતી. સંસદ સભ્ય અને ઉમેદવાર પૂનમબેન માડમે સંબોધન કરી છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રની મોદી સરકારના વિકાસ કામો, સરકારી યોજનાઓનો છેવાડાના માનવીને મળી રહેલા લાભો અંગે જાણકારી આપી હતી. તેમણે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ઓખા અને બેટ-દ્વરકા વચ્ચે દરિયામાં અતિ આધૂનીક સુદર્શન સેતુનં નિર્માણ, તેમજ શિવરાજપુર બીચનો વિકાસ, દ્વારકા કોરીડોર, કોસ્ટલ હાઈ-વે, લાંબા અંતરની ટ્રેનોની સુવિધા સહિત કામો થયા છે. પરિણામે પશ્ચિમ ભારતના છેવાડે આવેલા દ્વારકા જિલ્લામાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, ધંધા-રોજગાર વધ્યા છે. આ વિકાસથી દ્વારકા તથા જિલ્લાની જનતામાં નરેન્દ્રભાઈ મોદીના ભારતને સંપૂર્ણ વિકસીત રાષ્ટ્ર કરવાના સંકલનને વેગ મળી રહ્યો છે. પૂનમબેન માડમે ઉપસ્થિત જનતા જનાર્દનને વિજયની હેટ્રીક કરવા અને જામનગર બેઠક પરથી એક કમળની ભેટ દિલ્હી મોકલવા અપીલ કરી હતી. લોકોને વધુમાં વધુ મતદાન કરવા પણ તેમણે હાલક કરી હતી.
આ પ્રસંગે પૂનમબેન માડમનું વિવિધ સમાજ, જ્ઞાતિના આગેવાનો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, અન્ય વરિષ્ઠ નગરજનોએ સ્વાગત સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરત ગોજીયા, સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, દ્વારકા શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ, દ્વારકા પ્રભારી રમેશભાઈ હેરમાં, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, લોહાણા અગ્રણી દ્વારકાદાશભાઈ રાયચુરા સહિત સામાજિક સંસ્થાનો હોદ્દેદારો, સંતો, મહંતો, આગેવાનો, દ્વારકાના નગરજનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial