Advertisement
Author: નોબત સમાચાર

ડ્રગ્સના ગુન્હામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીની મુંબઈમાંથી અટકાયત

દારૂબંધી ભંગનો પલાયન આરોપી ઝબ્બેઃ

જામનગર તા. ૨૭: જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર આરોપીને પોલીસે મુંબઈમાંથી પકડી પાડ્યો છે. જ્યારે હાલમાં મુંબઈમાં રહેતા એક શખ્સને દારૂબંધી ભંગના ગુન્હામાં પોલીસે દબોચી લીધો છે. તેની સામે ગયા વર્ષે ગુન્હો નોંધાયો હતો.

જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં ડ્રગ્સનો એક ગુન્હો નોંધાયો હતો. તેમાં ઝડપાયેલા આરોપીએ મહારાષ્ટ્રના મુંબઈ પાસેના થાણામાં માહીમમાં રહેતા મહંમદદસ્તગીર ઉર્ફે આસિફ મહંમદહનીફ શેખ નામના શખ્સનું નામ આપ્યું હતું.

ત્યારથી આ શખ્સ પોલીસની પકડથી દૂર રહ્યો હતો. તેની બાતમી એએસઆઈ કે.પી. જાડેજા, ઋષિરાજસિંહ, રાકેશ ચૌહાણને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એમ. રાઠોડના વડપણ હેઠળની ટૂકડી માહીમ દોડી ગઈ હતી. ત્યાંથી આ શખ્સને પકડી લેવાયો છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી ઠેબા ચોકડી પાસે ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ પરથી ગયા વર્ષે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધી ભંગના ગુન્હાનો આરોપી અને દિગ્વિજય પ્લોટ ૫૮માં રહેતો હીરેન શંકરભાઈ ભકડ ઉર્ફે ધોરી નામનો શખ્સ પસાર થવાનો હોવાની બાતમી પંચકોશી-બી ડિવિઝનના એેેએસઆઈ એમ.એલ. જાડેજા તથા મેહુલ વિસાણીને મળતા પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળની પોલીસ ટૂકડીએ હાલમાં મુંબઈના ડોંબીવલીમાં રહેતા આ શખ્સની અટકાયત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh