Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન યથાવત્ઃ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો

રૂપાલા મુદ્દે દિગ્ગજ નેતાઓના ડેમેજ કંટ્રોલના પ્રયાસો નિષ્ફળઃ

અમદાવાદ તા. ર૭: રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધી આંદોલન હવે ભાજપ વિરોધી બન્યું છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

રૂપાલાના મુદ્દે ક્ષત્રિયોનું આંદોલન મંદ પડવામાં ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને ઠેર ઠેર ભાજપના ઉમેદવારો, નેતાઓ પ્રચાર માટે ગયા ત્યાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો કરાયાના અહેવાલ મળી રહ્યા છે.

સુરેન્દ્રનગરના લખતરમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલતાવેંત જ ક્ષત્રિયોએ રોષભેર ત્યાં ધસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમાં અનેક સ્થળે ઉગ્રતા વ્યાપ્તા પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી, અટકાયતોનો દોર ચાલ્યો હતો.

ભાજપ કાર્યાલય પાસે એક તરફ ભાજપે કોંગ્રેસ હાય હાય અને તેની સામે ક્ષત્રિયોના ટોળાએ રૂપાલા હાય હાયના ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા મામલો બીચક્યો હતો, પરંતુ બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને અનેક યુવાનોની અટકાયત કરતા મામલો શાંત પડ્યો હતો.

સુરેન્દ્રનગરમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો, અન્ય સમાજના લોકો એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને મોમીનવાસ ગામે વિવિધ સમાજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ક્ષત્રિય આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

દ્વારકાથી નીકળેલો ક્ષત્રિય અસ્મિતા રથ લાલપુર પહોંચ્યો ત્યારે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અભિયાન ચાલ્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના નગડિયા ગામે તમામ જ્ઞાતિ સમાજના લોકોએ સમૂહમાં ભાજપની વિરૂદ્ધ મતદાન કરવાના સોગંદ લીધા હતાં.

ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં મહાકાળી માતાજીના મંદિર પાસે ર૦ ગામના ક્ષત્રિય તથા અન્ય સમાજના લોકોએ ભેગા થઈને ભાજપ વિરૂદ્ધ પત્રિકા વિતરણ કરવા ઘરે ઘરે ભાજપ વિરૂદ્ધ મતદાન કરાવવા જવાબદારીઓ સ્વીકારાઈ હતી અને મતદાનના શપથ પણ લેવાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh