Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈડી આપનારના નંબર મળ્યાઃ
જામનગર તા. ૨૭: દ્વારકા શહેરમાં ગઈકાલે રાત્રે સ્થાનિક પોલીસે દરોડો પાડી એક શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતો પકડી પાડ્યો છે. તેણે જુગાર રમવા આઈડી આપનાર શખ્સના મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે.
દ્વારકા શહેરમાં આવેલી ગુરૂકૃપા હોટલ સામેની સીંધવા શેરીમાં ગઈકાલે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી અનિલ નાયાભા મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ મોબાઈલમાં એક વેબસાઈટ પર આઈડીથી રનફેર, વિકેટ સહિતનો સટ્ટો રમતો મળ્યો હતો. આ શખ્સનો મોબાઈલ, રોકડ મળી રૃા.૧૦,૯૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સે આઈડી આપનાર શખ્સના મોબાઈલ નંબર પણ પોલીસને આપ્યા છે. બંને સામે જુગાર ધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial