Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નિમાયેલા કેમ્પસ એમ્બેસેડર સાથે જિલ્લા ચૂંટણી અધિકારીનો સંવાદ

કોલેજીયનોમાં મત જાગૃતિ ફેલાવવા

લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં જાગૃતતા કેળવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલેજીયનો પણ લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને સહભાગી બને તે માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા કોલેજના કેમ્પસ એમ્બેસેડર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને તેમને મતાધિકારની પ્રક્રિયામાં જોડાવા તેમજ અન્ય મતદારોને પ્રેરિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીને યુવા કેમ્પસ એમ્બેસેડર અને કોલજીયનોએ પોતે મતદાન કરશે તેવી ખાત્રી આપી હતી તેમજ અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરશે, તેવો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ, ચૂંટણી શાખાના મામલતદાર નેહા સોજીત્રા, સ્વીપ નોડલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ સહિતના જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh