Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ શખસ સામે દારૂબંધી ભંગના નોંધાયા છે ગુન્હાઃ
જામનગર તા. ૨૭: ભાણવડ તાલુકાના મોરઝર ગામના એક શખ્સ સામે દારૂબંધી ભંગના ગુન્હા નોંધાયા પછી આ શખ્સ સામે પાસા હેઠળ પગલાં ભરવામાં આવ્યા છે. આ શખ્સની અટકાયત કરી તેને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામના વતની વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સ સામે દારૂબંધી ભંગના કેટલાક ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સ સામે પાસાની દરખાસ્ત કરાયા પછી તેની મંજૂરી અપાઈ હતી.
આ શખ્સની ગઈકાલે ભાણવડ પીએસઆઈ એમ.આર. સવસેટા તથા એલસીબી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ અટકાયત કરી છે. આ શખ્સને અમદાવાદ સ્થિત સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial