Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં કારખાનેદારને બે વર્ષની કેદની સજા, અઢી લાખનો દંડ

આરોપીએ ભાગીદાર તરીકે રાખી લીધા હતા નાણાઃ

જામનગર તા. ૨૭: જામનગરના એક કારખાનેદાર સામે રૂપિયા સવા લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ-૫૮માં ચામુંડા કાસ્ટ નામનું કારખાનુ ચલાવતા અશોક જેઠાભાઈ ધુવાએ ગુલાબનગરની સિન્ડીકેટ સોસાયટીવાળા મનસુખભાઈ મારૂને ધંધામાં ભાગીદાર તરીકે જોડી તેમની પાસેથી રૃા.૫ લાખ મેળવ્યા હતા. તે રકમ મનસુખભાઈ મારૂએ પરત માંગતા અશોક ધુવાએ ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે બેંકમાંથી પરત ફરતા ફરિયાદ નોંધાવાઈ હતી.

તે કેસ ચાલવા પર આવતા મનસુખભાઈ મારૂનું અવસાન થયું હતું. તેમના પુત્ર દીપેશભાઈ પક્ષકાર તરીકે જોડાયા હતા. તે પછી સમાધાન થતાં અશોકભાઈએ અલગ અલગ રકમના ત્રણ ચેક આપ્યા હતા. તે ચેક પણ પરત ફર્યા હતા. તેમાંથી એક ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીએ પોતાના નામમાં ફેરફાર હોવાની તકરાર લઈ યોગ્ય નામથી નોટીસ આપવામાં આવી નથી તેમ જણાવી ફરિયાદ રદ્દ કરવા દલીલ કરી હતી. તેની સામે ફરિયાદ પક્ષે નામમાં સામાન્ય ફેરફારની ટેકનિકલ તકરાર ધ્યાને ન લઈ શકાય તેવી દલીલ કરી હતી.

બંને પક્ષો તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી અશોક જેઠાભાઈને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને રૂપિયા અઢી લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી દીપેશભાઈ મારૂ તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર, કેયુરી માલદે, અશ્વિની પાણખાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh