Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈઃ
જામનગર તા. ૨૭: લાલપુરના મેઘપર ગામમાં રહેતા એક મહિલાએ માવતરે જવાની પતિ સમક્ષ ઈચ્છા વ્યક્ત કર્યા પછી પતિએ બે, ચાર દિવસ પછી જવા માટે મંજૂરી આપતા માઠું લાગી આવવાથી આ મહિલાએ ગળા ફાંસો ખાઈ લીધો હતો. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.
લાલ૫ુર તાલુકાના મેઘપર ગામમાં બાપા સિતારામની મઢુલી પાસે વસવાટ કરતા જલ્પાબા હરપાલસિંહ નામના ત્રીસ વર્ષના ગરાસિયા પરિણીતાએ ગઈ તા.૨૫ની સાંજે પોતાના ઘરે એક ઓરડામાં આવેલા પીઢીયામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ પરિણીતાને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ હરપાલસિંહ કનુભા કંચવાએ પોલીસને જાણ કરી છે. મેઘપરના જમાદાર એસ.ડી. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી પતિનંુ નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં ખૂલ્યા મુજબ બનાવના દિવસે જલ્પાબાએ પોતાના પતિને માવતરે આંટો મારવા જવાની વાત કરી હતી. આ વેળાએ પતિએ બે-ચાર દિવસ પછી જવાનું કહેતા જલ્પાબાને માઠું લાગી આવ્યું હતું. તેના કારણે તેઓએ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial