Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી દ્વારા
ખંભાળીયા તા. ર૭ : રાજ્ય સફાઈ કર્મી મહામંડળ ગુજરાતના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ ખંભાળીયા પાલિકા ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખને લેખિત રજુઆત કરીને ખંભાળીયા પાલુકાના ર૦ર૩-ર૪ ના વર્ષના ત્રિમાસિક તથા વાર્ષિક હિસાબો પ્રજાની જાણકારી માટે પ્રસિદ્ધ કરવાની માંગણી કરી છે.
ગુજરાત રાજ્ય સરકારના પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૭૯ મુજબ પાલિકાના ત્રિમાસિક તથા વાર્ષિક હિસાબો પ્રજાની જાણકારી માટે પ્રસિદ્ધ કરવા ફરજીયાત છે.
હાલ ખંભાળીયા પાલિકાનું મહેકમ ખર્ચ વધતા સાતમાં પગાર પંચને બદલે છઠ્ઠું પગારપંચ આપવાનો હુકમ પાલિકા સત્તાવાળાઓએ કર્યો છે ત્યારે તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં મનાઈ હુકમની સ્થિતિ છે. ખંભાળીયા પાલિકામાં મહેકમ ખર્ચ વધવાના કારણો જાણવા મળે હિસાબો જોવા જરૂરી છે. જેથી કયાં કારણોથી મહેકમ ખર્ચમાં વધારો થયો અને આટલા વર્ષો પછી કેમ આ પ્રશ્ન થયો તેની જાણકારી લોકોને પણ મળી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial