Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ એપ્રિલના ઈરાનના હુમલાનો બદલો લેવાનો પ્રારંભ?
નવી દિલ્હી તા. ૧૯: ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને ધડાધડ મિસાઈલો ઝીંકી દેતા હડકંપ મચ્યો છે, અને આઈઆરજીસીએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે, જો કે ઈઝરાયેલે આને માત્ર વોર્નિંગ એટેક જ ગણાવ્યો છે.
ઈરાન દ્વારા ઈઝરાયલ પર ૧૪ મી એપ્રિલે મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરાયા પછી હવે ઈઝરાયેલ તરફથી બદલો લેવાની શરૂઆત કરી દેવાઈ છે. તાજેતરના અહેવાલ અનુસાર ઈઝરાયેલ દ્વારા શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
મળતી માહિતી મુજબ ઈરાનની ન્યુક્લિયર સાઈટને નિશાન બનાવીને ઈઝરાયેલને ધડાધડ મિસાઈલો ઝીંકી હતી. જેમાંથી ત્રણ મિસાઈલો આ પ્લાન્ટ સુધી પહોંચી ગઈ હોવાની માહિતી છે. હુમલો થતા જ ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ તેના તમામ સૈન્ય ઠેકાણાને હાઈ એલર્ટ કરી દીધા છે. એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવેટ કરી દેવામાં આવી છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ હુમલો શુક્રવારે સવારે થયો હતો. ઈસાફહાન શહેરમાં એરપોર્ટને પણ નિશાન બનાવાયા હોવાની માહિતી છે. ત્યાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતાં. આ શહેરમાં અનેક ન્યુક્લિયર પ્લાન્ટ આવેલા છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ અહીં જ ચાલી રહ્યો છે. હુમલાની માહિતી મળતા જ અનેક ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ હતી.
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એક નિવેદનમાં કહ્યું કે, આજે બ્રિટન સાથે લાંબી ચર્ચા પછી અમે ઝડપી અને નિર્ણાયક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. ઈરાનના ઈઝરાયેલ પર હુમલ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વુમાં કહ્યું કે અમે ઈરાની આ જીવલેણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવા માટે આ કાર્યવાહી કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.
બીજી તરફ એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના ઈસાફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
જો કે, ઈઝરાયેલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર વિસ્ફોટો પછી ઘણી ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસથી ડાયવર્ટ કરવામાં આવી છે. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ ૮ વિમાનોએ તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે.
ઈસાફહાન એ જ પ્રાંત છે જ્યાં નાટાન્ઝ સહિત ઈરાનની ઘણી પરમાણુ સાઈટ્સ આવેલી છે. નાટાન્ઝ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે. આ પહેલા ૧૪ એપ્રિલે ઈરાને ઈઝરાયેલ પર ૩૦૦ થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન તેઓએ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં થોડું નુક્સાન પણ થયું હતું.
મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીઓ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે ઈરાન પર ડ્રોન હુમલાનો હેતુ તેમને જણાવવાનો હતો કે ઈઝરાયલ ઈચ્છે તો ઈરાન પર હુમલો કરી શકે છે. અત્યારે તો માત્ર ઈરાનને ચેતવણી આપવા માટે જ તેમની મિલિટરી સાઈટને નિશાન બનાવવામાં આવી હતી.
ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન, અમેરિકા અને બ્રિટન દ્વારા ઈરાનના લશ્કરી ડ્રોન પ્રોગ્રામ પર વ્યાપક પ્રતિબંધોની જાહેરાત કરી છે. વાસ્તવમાં થોડા દિવસો પહેલા ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકા અને બ્રિટને લીધો મોટો નિર્ણય
એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૬ વ્યક્તિઓ અને બે સંસ્થાઓ કે જેઓ ઈરાનના ડ્રોન પ્રોગ્રામને સક્ષમ કરે છે તેના પર યુએસ દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમના દ્વારા તૈયાર કરાયેલા ડ્રોનનો ઉપયોગ ૧૩ એપ્રિલે ઈઝરાયેલ પર થયેલા હુમલા દરમિયાન કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે અમેરિકા ઈરાનના મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમો પર નવા પ્રતિબંધો લગાવશે. આ સિવાય બ્રિટન ઈરાનના યુએવી અને બેલેસ્ટિક મિસાઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક સૈન્ય સંગઠનો, વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પણ પ્રતિબંધો લાદી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial