Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના કસ્ટોડિયલ ડેથ પ્રકરણની સીટીંગ જજ પાસે ત૫ાસ કરાવવા માંગણી

જામનગર દલિત સમાજે સીએમને પત્ર લખ્યોઃ

જામનગર તા. ૧૯ : રાજકોટમાં પોલીસ કર્મચારી દ્વારા માર મારતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની સીટીંગ જજ પાસે તપાસની કરાવવાની માંગ સાથે જામનગરમાં સમસ્ત દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર કલેકટરને પાઠવાયું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે, રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીર (ગોપાલ) દેવજીભાઈ રાઠોડને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા તેનું મૃત્યુ થયું હતું.

આ કસ્ટોડિયલ ડેથના બનાવની તપાસ સીટીંગ જજ પાસે કરાવવામાં આવે, સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવામાં આવે જવાબદારો સામે નિયમ મુજબ કડક પગલા લેવામાં આવે આ આવેદનપત્ર પાઠવતા સમયે સમસ્ત દલીત સમાજ જામનગર જિલ્લાના પ્રમુખ ગોવિંદ રાઠોડ, ઉપરાંત અમિત પરમાર, રમેશ પરમાર, ગૌતમ પરમાર, જે.કે. ખીમસૂર્યા, હરીશ શીંગરખીયા સહિતનાઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh